જૂનાગઢમાં પશુપાલન મંત્રીના બોગસ પી.એ. બાદ હવે નકલી DYSP ઝડપાયો છે, આ મામલે લોકલ ક્રાઈમ બ્રાંચે શહેરના વિનિત બંસીલાલ દવે ઉ.37 નામના ઇસમ સામે પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોધાવ્યો છે. વિનીત દવે કોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. અને તેણે પોલીસકર્મીના ઓળખકાર્ડમાં પોલીસકર્મીના ફોટા ઉપર પોતાનો ફોટો લગાવીને નકલી ડીવાયએસપી અને પોલીસકર્મી હોવાની ઓળખ આપીને અત્યાર સુધીમાં 17 જેટલા લોકોને પોલીસ ખાતામાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને આશરે 2.11 કરોડ જેવી માતબર રકમ ખંખેરી લઈને વિશ્વાસઘાત છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે, હાલ તો પોલીસે નકલી ડીવાયએસપીની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે.
અગાઉ,જૂનાગઢમાં ધારાસભ્યનો નકલી PA ઝડપાયો હતો. મંત્રી પરસોતમ સોલંકીના નામે રોફ જમાવતો હતો. ધારાસભ્યનો અંગત મદદનીશ હોવાનું જણાવતો હતો. તેમાં 53 વર્ષીય આધેડની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. કારમાં MLA GUJARAT લખી રોફ જમાવતો હતો. મેંદરડાના રાજેશ જાદવની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે શખ્સ અને કાર ઝડપી તપાસ શરૂ કરી છે. ત્યારે અંગત મદદનીશ હોવાના વિઝિટિંગ કાર્ડ પણ મળી આવ્યા છે. જૂનાગઢમાં નકલી ધારાસભ્યનો રોફ જમાવી લોકોને ફસાવતો હતો. તાજેતરમાં જ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમ રૂપાલાના ડમી પીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી હતી.