સોરઠ અને સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં દર વર્ષે ખેડુતો કરતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષમાં ઉત્પાદન ખર્ચના પણ ભાવ મળતા ન હોવાથી ખેતરમાંથી બહાર કાઢવાનો ખર્ચ પણ માથે પડતો હોવાથી સૌરાષ્ટ્રના ખેડુતો રાતે પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે દુષ્કાળમાં અધિકમાસ હોય તેમ ગત તા.7-12-2023ના કેન્દ્રીય સતાધીશોએ ડુંગળીની નિકાસબંધી કરી દેતાં સોરઠ અને સૌરાષ્ટ્રનો ખેડુતોએ વાવેતરથી લઈ ઉત્પાદન સુધીનો કરેલ ખર્ચ ડુંગળીની નિકાસબંધીના કારણે માથે પડી રહ્યો છે. જગના તાતે ઉત્પાદનના ખર્ચના બદલે નિકાસબંધીથી રોજ ભાવ ઘટી રહ્યા છે.
રમેશભાઈ ધડુકે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતની ડુંગળી બાંગ્લાદેશમાં ખૂબજ મોટી માંગ રહે છે. કારણ કે સૌરાષ્ટ્રની ડુંગળી નાના કદની હોય જેના ભાવ બાંગ્લાદેશમાં કાયમી મળતા રહે છે. ખેડુતો માટે કાયમી બાંગ્લાદેશ આર્શિવાદરૂપ છે તો તાત્કાલીક ડુંગળી ઉપરનો પ્રતિબંધ હટાવી લેવાની માંગ કરવા માટે નાણામંત્રીને આ અંગેની લેખીત રજુઆત કરવા માટે સાંસદો રાજેશ ચુડાસમા (જુનાગઢ) રમેશભાઈ ધડુક (પોરબંદર) મોહનભાઈ કુંડારીયા (રાજકોટ) તેમજ જીલ્લા સહકારી ક્ષેત્રના આગેવાન જેઠાભાઈ પાનેરા અને ઉદ્યોગપતિ કિશોરભાઈ પોંકીયાએ ડુંગળીની નિકાસની ધારદાર રજુઆત કરી છે.