રાજ્યમાં નકલી કચેરી બાદ મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ ઊભું કરી કરોડો રૂપિયા ખંખેરવાના કેસમાં પોલીસ ફરિયાદના 10 દિવસ બાદ પણ હજુ સુધી આરોપીઓ પોલીસના સંકજામાં નથી આવ્યા,મોરબીના ટોલનાકા મામલે પાટીદાર જેરામભાઈના દીકરા અમરશી પટેલ સહિત રવિરાજસિંહ ઝાલા,હરવિજયસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ ઝાલા,યુવરાજસિંહ ઝાલા સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યા,છતાં હજુ સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર,જે બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગેરકાયદેસર ટોલનાકા મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવશે,ગેરકાયદે ટોલનાકાના આરોપીઓને કોઈને છોડવામાં નહીં આવે.