ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો પ્રારંભ થઈ ગયો છે અને સેન્સેકસ આજે ઉઘડતા જ 71000ની સપાટી વટાવી ગયો હતો જયારે નિફટી 21300ની સપાટી તોડીને આગળ નીકળી ગયો છે. અમેરિકા ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત થતા જ ભારતીય શેરબજારમાં પણ જબરી તેજીની લહેર આજે જોવા મળી હતી અને સેન્સેકસ 550 પોઈન્ટ વધી ગયો હતો. નિફટીમાં પણ થયેલા વધારાએ માર્કેટને મજબૂતાઈ બક્ષી છે. આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર નવુ હાઈ બનાવીને સોમવારથી જો કોઈ નવા ફેકટર ન દેખાય તો માર્કેટ વધુ ઉંચે જશે તેવું માનવામાં આવે છે. આજે આઈટી શેરોમાં મોટો વધારો જોવા મળ્યો હતો.