નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2024 થી નવુ સીમ કાર્ડ ખરીદવાના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે.દુરસંચાર વિભાગનાં અનુસાર નવુ સીમ ખરીદનાર ગ્રાહકોએ હવે ઈ-કેવાયસી જમાં કરાવવુ પડશે.જયારે દુરસંચાર કંપનીઓ જ માત્ર ઈ-કેવાયસી કરશે. નવુ મોબાઈલ કનેકશન લેવા માટે બાકી નિયમ તેજ રહેશે તેમાં કોઈ પ્રકારનાં ફેરફાર નથી થયા. ઉલ્લેખનીય છે કે સિમ ખરીદવા માટે હજુ સુધી દસ્જતાવેજોનું વેરીફીકેશન થાય છે.
સિમકાર્ડ વિક્રેતાઓનું વેરીફીકેશન પણ જરૂરી:
દુરસંચાર વિભાગ અનુસાર નવુ સીમ ખરીદનારાની બાયોમેટ્રીકથી જાણકારીઓની ચકાસણી થશે. દુરસંચાર વિભાગે આ નિયમ બધી કંપનીઓ માટે ફરજીયાત જણાવ્યો છે. આથી ગ્રાહકોની દસ્તાવેજોની સાથે ગરબડ કરવાની ઘટનાઓ પર લગામ લાગશે. નયા નિયમો અંતર્ગત સીમ કાર્ડ વિક્રેતાઓનું વેરીફીકેશન કરવુ પણ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સરકારે નવા નિયમોની જાહેરાત ઓગસ્ટમાં કરી હતી પણ નિર્ણયને લાગુ કરવામાં વિલંબ થતો રહ્યો.
હાલની પ્રક્રિયા મોંઘી અને વધુ સમય લેનારી:
દુરસંચાર વિભાગનો આ આદેશનો ઉદેશ સીમ ફ્રોડ કરવાનો છે અને દેશમાં ડીઝીટલાઈઝેશનને પ્રોત્સાહન આપવાનો છે. નવા નિયમ બાદ પેપર આધારીત કેવાયસી પર પુરેપુરો પ્રતિબંધ લાગી જશે. તેના પર રોકથી દુરસંચાર કંપનીઓનાં ખર્ચમાં પણ ઘટાડો થશે.