હો.. હો.. હો.. કહેતો લાલ અને સફેદ કપડામાં મોટી સફેદ દાઢી અને વાળ ધરાવતો માણસ જે ખભા પર ભેટોથી ભરેલો થેલો લઇને હાથમાં ક્રિસમસ બેલ રાખનાર સાંન્તા ક્લોઝને તમે ચોક્કસ ઓળખતા જ હશો.. પરંતુ શું તમે જાણો છો કે સાન્તાક્લોઝ કોણ હતો? શું સાન્તા ખરેખર અસ્તિત્વમાં છે અથવા તે માત્ર એક કાલ્પનિક પાત્ર છે? આજે અમે તમને સાન્તાક્લોઝ વિશે કેટલીક અજાણી વાતો જણાવીશું.
કહેવામાં આવે છે તુર્કીસ્તાનના માયરા નામના શહેરમાં જન્મેલા સંત નિકોલસ જ સાન્તાક્લોઝ છે. ખ્રિસ્તીઓ દાવો કરે છે કે સાન્તાક્લોઝ બીજું કોઈ નહીં પરંતુ સેન્ટ નિકોલસ નામના ઐતિહાસિક ખ્રિસ્તી સંત છે. જો કે એક દાવા મુજબ નાતાલ સાથે સેન્ટ નિકોલસ કે સાન્તાક્લોઝને કંઈ લેવાદેવા ન હતી. 19મી સદીમાં તેમના કાલ્પનિક રૂપને રજુ કરવામાં આવ્યુ હતુ. આજે સાન્ટા ક્લોઝ બધે જ પ્રચલિત થઇ ગયા છે. તે સ્ટીકર પર, કેક પર તેને બધે જ જોઇ શકો છે. ગુલાબી ગાલ,ચમકતી આંખ, ચેહરા પર હાસ્ય રેખા, હુફાળો, પ્રેમાળ ચેહરો અને એક ખુશખુશાલ પાત્ર તરીકે તેમને દર્શાવવામાં આવ્યા છે. જે બાળકોને અવનવી ભેટ આપે છે. આ એક આધુનિક રચના છે. પરંતુ ઇતિહાસમાં વાસ્તવિક સાન્તા ક્લોઝ એટલે કે સંત નિકોલસનું જે રીતે ચિત્રણ કરવામાં આવ્યુ છે તે તદ્દન અલગ જ છે. વાસ્તવિક સાન્તા ક્લોઝને આજના હસમુખા અને નિખાલસ સાન્તા સાથે કોઇ જ લેવા દેવા નથી. આજનો સાન્તા કોમોર્શિયલ છે. તેનું વ્યાપારિકરણ કરવામાં આવ્યુ છે. વાસ્તવિક સાન્તા એક ખુબ જ ગુસ્સેલ,લોકોનું અપમાન કરનાર તથા ધમકી આપનાર અને અસહિષ્ણુ કટ્ટરપંથી હતા. જે અન્ય ધર્મના મંદિર તોડવા અને તેમના વિરોધીઓ પર હિંસક હુમલો કરવાનો આનંદ લેતો હતો.
વાસ્તવિક સાન્તા ક્લોઝનો ઉલ્લેખ ઇ.સ પૂર્વે 400 સ્ટ્રેટલેટીસ નામના અકાઉન્ટ પર કરવામાં આવ્યો છે. આ અહેવાલ અને તેની વાર્તાને સેન્ટ નિકોલસ પર તેમના એન્કોમિયમાં સંત પ્રોકોવસની પણ પ્રશંસાની પુષ્ટિ મળે છે. આ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે “સાન્તાક્લોઝ” કેટલાક કેદીઓને બચાવવા માટે આવે છે.ત્યારે તેણે સમ્રાટ કોન્સ્ટેન્ટાઈ કેદીઓને મુક્ત કરવા માટે ધમકી આપી હતી. અને તેને ચેતવણી આપી હતી કે જો તે કેદીઓને મુક્ત નહિ કરે તો હું તમારી વિરુદ્ધ બળવો કરીશ. એટલે જ નહિ નિકોલસ એટલે કે વાસ્તવિક સાન્તાએ તેમને ધમકી બાદ કહ્યુ હતુ કે તમારા શબ અને તમારા આંતરડાઓને જંગલી પ્રાણીઓને ખવડાવી દઇશ….સાથે જ નિકોલસ અબ્લાબીયસ નામના સ્થાનિક ગવર્નરને પણ શ્રાપ આપે છે, કે તે તેના ત્રણ માણસોને મુક્ત કરે. જો એમ નહિ કરશે તો બીમાર પડશો અને જંતુઓનો ખોરાક બની જશે વધુમાં નિકોલસે કહ્યુ હતુ કે તરૂ આખું કુટુંબ નાશ પામશે.” આવા હતા વાસ્તવિક સાન્તા ક્લોઝ જે આજના આધુનિક સાન્તા સાથે જરાયે મેળ ખાય તેમ નથી.
એક ખ્રિસ્તી સુત્રના જણાવ્યા મુજબ “સાન્તાક્લોઝ” સમ્રાટ કોન્સ્ટેન્ટાઇન દ્વારા બોલાવવામાં આવેલી નિસિયાની કાઉન્સિલમાં ભાગ લેનાર હતો. જો કે આ કાઉન્સિલમાં સાન્તાક્લોઝએ ત્રિનેતાવાદી સિદ્ધાંતનો વિરોધ કરનારા એરિયસ નામના સાથી ખ્રિસ્તી પાદરીને થપ્પડ મારી દિધી હતી. જે બાદ તેણે જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. જેને ઉલ્લેખ હેજીયોગ્રાફરો જેમ કે એન્ડ્રુ ઓફ ક્રેટ (8મી સદી) અને માઈકલ ધ આર્ચીમેન્ડ્રીટ (9મી સદી)માં કરવામાં આવ્યો છે. આ તમામ ઉપલબ્ધ રેકોર્ડમાં સાન્તાક્લોઝએ ખ્રિસ્તીઓને ન માનનાર અને તેમનામાં શ્રઘ્ધા ના રાખનારની નિંદા કરી છે.
વાસ્તવિક સાન્તાક્લોઝ માયરા (આજનું તુર્કી) ના હતા. માયરા ખાતે આર્ટેમિસ દેવીનું એક મહાન મંદિર હતું. તે પ્રાચીન સમયમાં વિશ્વના અજાયબીઓમાંનુ એક હતુ. સાન્તાક્લોઝ દરેક બિન-ખ્રિસ્તી દેવને રાક્ષસ તરીકે જોતા હતો. તેણે મંદિરો સામે ધર્મયુદ્ધ શરૂ કર્યું હતુ. આ સમય દરમ્યાન ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ ખ્રિસ્તી સમ્રાટ બન્યો જે કોન્સ્ટેન્ટાઇન હતો.આ તકનો પૂરો લાભ ઉઠાવીને સાન્તાક્લોઝે આર્ટેમિસનું મંદિર પોતાના હાથે તોડી પાડ્યું. સેન્ટ નિકોલસ એટલે કે સાન્તાક્લોઝ દેવી આર્ટેમિસની પ્રતિમાને નષ્ટ કરી ખ્રિસ્તીઓની પેઇન્ટિંગ લગાવી…
એક ખ્રિસ્તી સુત્રોના જણાવ્યા અનુસાર, સેંકડો બિન-ખ્રિસ્તી મંદિરોનો સેન્ટ નિકોલસ એટલે કે સાન્તાક્લોઝએ નાશ કરી દિધો હતો. અને તેની જગ્યાએ ચર્ચ ઉભા કરી દિધા.. જેની ક્રેટના એન્ડ્રુ (8મી સદી)એ તેની સારા આર્કિટેક તરીકે પ્રશંસા કરી હતી. સાન્તાએ ગ્રીક અને તેમના પાદરીઓને તેમના મંદિરો અપવિત્ર કરી હેરાન કર્યા હતા. તે સમયે લોકો દેવતાઓની પૂજા કરતા હતા. પરંતુ સેન્ટ નિકોલસ દ્વારા બળજબરીથી મંદિર તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે ધાર્મિક યુદ્ધો થયા હતા જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા.
આ પુરાવા જાણ્યા બાદ અને સાન્તાની વાસ્તવિક છબી જાણ્યા પછી હવે એવા પ્રશ્ન પર પૂર્ણવિરામ મુક્વા જોઇએ જેવા કે બાળકોનો સાન્તાક્લોઝ ક્યાં છે? બાળકોને ભેટ આપનાર ક્યાં છે? ક્રિસમસ ક્યાં છે? બરફ ક્યાં છે? ગાડી સાથે જોડાયેલા શીત પ્રદેશનું હરણ ક્યાં છે? સાન્ટા ટોપી ક્યાં છે? જે તમે લાલ ટોપી વાળો સાન્તાક્લોઝ જોઇ રહ્યા છો એ એક કલ્પના જ છે. મનોરંજન માટેનું એક સાધન છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે સાન્તાક્લોઝને ક્રિસમસ સાથે કોઈ લેવાદેવા નથી. 19મી સદી સુધી જ સાન્તાક્લોઝનો પોતાનો તહેવાર હતો. જો કે 6 ડિસેમ્બરના રોજ સેન્ટ નિકોલસ ડે તરીકે ઉજવવામાં આવે છે. કેટલાક યુરોપિયન દેશો હજુ પણ તેની ઉજવણી કરે છે.
19મી સદીમાં અમેરિકાએ સાન્તાક્લોઝના આગમનની ઉજવણીને 6 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર કરી હતી. આ ફેરફાર બે કવિતાઓમાં જાણવા મળે છે. “ધ નાઈટ બિફોર ક્રિસમસ” અને “ધ ચિલ્ડ્રન્સ ફ્રેન્ડ”. ટૂંકમાં, 19મી સદી સુધી સાન્તાક્લોઝને નાતાલ સાથે કોઈ લેવાદેવા ન હતી.સેન્ટ નિકોલસ 6 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ આવ્યો હતો. તેને હરણ સાથે દર્શાવવામાં આવ્યો ન હતો. તેની પાસે બિશપનો ઝભ્ભો હતો.તે નીખાલસ,આનંદી અને પ્રેમાળ સાન્ટા નહોતો. તે ખ્રિસ્તી ધર્મમાં ન માનનારને સજા કરવા માટે આવ્યો હતો.
સાંન્તાની છબી કોણે બદલાવી?
કોકા-કોલાએ તેની અધિકૃત વેબસાઈટ પર 1931માં એક જાહેરાત દ્વારા સાન્તાક્લોઝને ફરી લોક માનસ પર લાવવામાં આવ્યો હતો.19મી સદીમાં કોકો કોલાની જાહેરાતે સાન્તાના કાલ્પનિક પાત્રને ફરી લાવવા મોટી ભુમિકા ભજવી હતી. આ જાહેરાતમાં એક બાળકને કાળી સ્યાહીમાં દુબાડે છે. અને બહાર આવતા જ તે લાલ અને સફેદ પોશાક પહેલો એક મોટો આનંદી, જોલી અને હસમુખો માણસ બહાર આવે છે. જેને આધુનિક સાન્તાનું રૂપ આપવામાં આવ્યુ.. કોકો કોલાએ આ આધુનિક સાન્તાની પરિભાષા લોકો સુધી પહોંચાડી…
જ્યારે કોકા-કોલાની જાહેરાત પહેલાં સાન્તાક્લોઝનું લાલ કે નારંગી ઝભ્ભોમાં તેનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યુ હતું.તો કેટલીક વાર ઘણીવાર સફેદ પોશાક એક ઝોલા સાથે તેની તસ્વીર સામે આવી હતી. જો કે તેના લાલ ડ્રેસની લોકપ્રિયતા કોકા-કોલાના રંગને કારણે હતી.ઉલ્લેખનીય છે કે શિયાળામાં વેચાણ વધારવા માટે કોકા-કોલાએ તેના રંગ સાથે મેળ ખાતો લાલ સાન્તાક્લોઝ બનાવ્યો હતો.ડરવનારો અને ક્રુર સંત નિકોલસ લાલ ઝભ્ભામાં બાળકોને ભેટ આપનાર ખુશખુશાલ રમતિયાળ સાન્તા ક્લોઝમાં ફેરવાઈ ગયા હતો.