ડુંગળીની નિકસબંધીની કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો ભાવ ન મળતા ચિંતામાં મુકાયા હતા,બાદમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડનો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો,રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીની એન્ટ્રી આપવામાં આવશે,આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને લાભ થશે.