શ્રીલંકા, થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયા બાદ હવે ઈરાન અને કેન્યાએ પણ ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. ઈરાનના પર્યટન મંત્રી એઝાતોલ્લાહ ઝરઘામીએ ભારત સહિત કુલ 33 દેશોના નાગરિકો માટે દેશમાં પ્રવેશ માટે જરૂરી વિઝા દસ્તાવેજોની જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય છે કે ભારતીયોને વિઝા ફ્રી આપવા માટે કેમ હોડ મચી છે. તેનાથી અન્ય દેશોને શું ફાયદો થશે ? જાણો
થાઇલેન્ડ, ઇરાન અને ઇન્ડોનેશિયા જેવા દેશોએ ભારતીય નાગરિકોને વીઝા ફ્રી એન્ટ્રી આપવાનું કારણ અર્થવ્યવસ્થાને મજબુત બનાવવાનું આપ્યુ છે. આ દેશો મુખ્યત્વે પર્યટકો પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે કોવિડ મહામારી બાદ આ દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી. તેવામાં આ દેશો ફરી એકવાર પોતાને પર્યટન સ્થળ તરીકે સ્થાપિત કરવા માંગે છે. પરંતુ કેટલીક વાર વિઝા પ્રોસેસમાં પડતી મુશ્કેલીને કારણે લોકોએ વિદેશમાં ફરવા જવાનો પ્લાન પડતો મુકે છે. આ સ્થિતીમાં આ દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપીને ભારતીય પર્યટકોને આકર્ષિત કરવા માંગે છે.
ભારત સરકારના વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ ગત વર્ષે બે કરોડથી વધુ ભારતીયોએ વિદેશનો પ્રવાસ કર્યો છે. વિદેશ યાત્રા કરવાનો ભારતીય પર્યટકોનો ત્રીજો મોટો વર્ગનું કારણ જે તે દેશને એક્સપ્લોર કરવાનો છે. એક રિપોર્ટ મુજબ 2023માં શરૂઆતના ચાર મહિનામાં લગભગ 85 લાખ લોકો વિદેશ યાત્રા કરી ચુક્યા છે.