વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વતન ગુજરાતની મુલાકાતે છે.તેમણે સુરત ખાતે નવ નિર્મિત એરપોર્ટ ટર્મિનલનું લોકાર્પણ કર્યુ હતુ.ત્યારબાદ રોડશો દ્વારા તેમણે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું.આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર,પાટીલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ.353 કરોડના ખર્ચે નિર્મિત સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યુ હતુ.સુરત હવાઈમથક હાલમાં 14 રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે.સુરતને હાલમાં જ કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપ્યો જેના કારણે સુરત એરપોર્ટના આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાથી યાત્રી અવરજવર અને કાર્ગો સંચાલનમાં વધારા સાથે ક્ષેત્રીય વિકાસના અવસરો આપશે.
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કર્યું હતુ.આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે તે વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર હશે.તે કાચી ખરબચડી અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે.જેમાં એક્સ્ચેન્જ સાથે આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’,રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ જેવા સુવિધાઓથી સંપન્ન હશે.
બાદમાં સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,”સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક હીરાનો ઉમેરો થયો છે અને આ હીરા પણ નાનો નથી પરંતુ તે વિશ્વનો શ્રેષ્ઠ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું,”આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બીજી મોટી બાબત એ છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યુ કે “આજે સુરત એરપોર્ટના નવા ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બીજી મોટી બાબત એ છે કે હવે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,”સુરત ડાયમંડ બોર્સ ભારતીય ડિઝાઇનરોની ક્ષમતાઓ, ભારતીય સામગ્રી અને ભારતીય ખ્યાલોનું પ્રદર્શન કરે છે.આ ઇમારત નવા ભારતની નવી સંભવિતતા અને નવા સંકલ્પનું પ્રતીક છે.”