મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને કુખ્યાત ડોન દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાનની કરાંચી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.સ્થાનિક સોશિયલ મીડિયામાં ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે તેને ઝેર આપવામાં આવ્યુ છે.જોકે તે આફવાહ પણ હોઈ શકે છે.પરંતુ હાલ તો બજારમાં ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે.આ બાબતે કોઈ આધિકારીક પુષ્ટિ થઈ હોવાનું જાણવા મળ્યુ નથી.પરંતુ એવિ માહિતી સામે આવી રહી છે,કે તેને કરાંચીની કોઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.