ખેડા જિલ્લામાં ખુબ જ અશોભનિય ઘટના બની છે. હિંદુ યુવતીએ પ્રેમ સંબંધની ના પાડતા એક વિધર્મી યુવકે હિંદુ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. યુવતી પર હુમલો કરી ફરાર થઇ ગયો હતો. જે બાદ ઇજાગ્રસ્ત પીડિતાને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ફરાર યુવકની ઓળખ ફારૂક પઠાણ તરીકે થઈ છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે.
મળતી માહિતી મુજબ આ મામલો ખેડાના ગળતેશ્વર તાલુકાના સનાદરા ગામનો છે. અહીં રહેતી 33 વર્ષીય પીડિતાનાં લગ્ન 2010માં નજીકના ગામમાં એક વ્યક્તિ સાથે થયાં હતાં. પરંતુ પતિ સાથે અણબનાવના કારણે છેલ્લાં ત્રણેક વર્ષથી પિતાના ઘરે સનાદરા રહે છે. સંતાનોમાં તેને એક 8 વર્ષનો પુત્ર છે. પીડિત મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા બે મહિનાથી તેના જ ગામમાં રહેતો ફારૂક અબ્બાસ પઠાણ તેની પાછળ પડ્યો હતો. અને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ તેણે ના પાડી દીધી હતી. જોકે, તેમ છતાં ફારૂકે પીછો છોડ્યો ન હતો અને સતત દબાણ કરતો હતો.
પીડિતાના જણાવ્યા મુજબ ગત ગુરૂવારે સવારે સાત વાગ્યાના અરસામાં ફારૂક અચાનક પીડિતા પાસે આવી ચડ્યો હતો. અને મનફાવે તેમ ગાળાગાળી કરવા માંડ્યો હતો. અને જાતિ વિશે પણ અપશબ્દો કહ્યા હતા. ફારૂક પોતાની સાથે ધારિયું લઈને આવ્યો હતો. જે પીડિતાને ગળા પર મારવા જતાં તેણે હાથ આડો કરી દીધો હતો, જેના કારણે હાથના કાંડા પર હથિયાર વાગતાં હાથ કપાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ પરિજનો પણ દોડી આવ્યા અને તેમણે પીડિતાને હોસ્પિટલ ખસેડી હતી. જ્યાંથી આગળ રિફર કરતાં બાવળા અને ત્યાંથી પણ આગળ લઇ જવાનું કહેતાં અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે અને સારવાર લઇ રહી છે.
ત્યારે આ સમગ્ર મામલે સેવાલિયા પોલીસે IPCની કલમ 326 હથિયાર વડે જાણીજોઇને ઈજા પહોંચાડવી, 504 શાંતિભંગના ઇરાદે અપમાન અને 506(2) ગુનાહિત ધમકી, ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 અને ST/SC એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.