આરોગ્ય ક્ષેત્રે સેવા કરતા મેઘમણી ફાઉન્ડેશન છેલ્લા 16 વર્ષથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરે છે.ત્યારે આ વર્ષે 17મો મેગાબ્લડ ડોનેશન કેમ્પ અમદાવદ જિલ્લાના માંડલ ખાતે યોજાયો જેમાં અંદાજે પાંચ હજાર લોકોએ સહભાગી બની મહામુલુ રક્તદાન કર્યુ હતુ.આ સાથે જ મહાનુભાવો દ્વારા સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનુ અનાવરણ પણ કરવામાં આવ્યુ હતુ.
સેવા કરવી સૌને ગમે.પણ આ સેવા નિસ્વાર્થ ભાવે થાય તો ઉગી નિકળી છે.આવા જ ઉદ્રેશ સાથે સતત 17 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવા કરતુ મેઘમણી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે.અને સમાજને જરૂર પડે ત્યારે આરોગ્ય,શિક્ષણ,ગરીબ લોકો આર્થિક રીતે મદદ કરવામાં અગ્રેસર રહે છે.આ વખતે પણ અમદાવાદ જિલ્લાના માંડલ મુકામે 17મો મહારક્તદાન કેમ્પમાં અંદાજિત 5000 લોકોએ રક્તદાન કર્યુ હતુ.
માંડલ તાલુકામાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન કેમ્પ સાથે માંડલનાં સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.તો વળી આ રક્તદાન કેમ્પમાં માંડલ તાલુકાના 36 ગામડા સહિત માંડલ પંથકના 128 જેટલા ગામડાનાં લોકો જોડાયા હતા.આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા.આ રક્તદાન કેમ્પ આયોજન પ્રભાવિત થયા હતા.તો વળી આ એક અનોખી સિધ્ધી પ્રસંગે કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે સમસ્ત મેઘમણી પરિવાર પણ આ કેમ્પમાં હાજર રહ્યો હતો અને સૌએ રક્તદાન કર્યું હતું.મહારક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ખાસ જોડાઇ હતી.આ પ્રસંગે ડિમ્પલ ભીમાણીએ 101 વખત રક્તદાન કર્યાનો રેકોર્ડ કરતા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
માંડલમાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા રક્તદાન કેમ્પમા વિરમગામ,માંડલ,દેત્રોજ અને પાટડી તાલુકાના અનેક ગામોના લોકોએ સેવા પૂરી પાડી મહારક્તદાન કેમ્પમાં સહયોગી બન્યા હતા.મેઘમણી ફાઉન્ડેશન અને મેઘમણી ગૃપ આ પછાત વિસ્તારમાં આરોગ્ય યુવાશક્તિને જાગૃત કરવા આવા સામાજિક કાર્યો દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે.જે આગામી દિવસોમાં આવા જ કાર્યો કરવા કટિબધ્ધ છે.
આ મહા રક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી,પ્રથમા સહિત અને વિવિધ બ્લક બેંક સંસ્થાઓની ડોક્ટરોની ટીમો જોડાઇ હતી.આ વર્ષે અંદાજિત 5000 બ્લડ ડોનેટ એકત્રિત કરવા સહયોગી બન્યા હતા. આ સાથે આસપાસના ગામોમાંથી લોકો પણ આ મહા કેમ્પને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો.