IPL 2024: ટોમ મૂડીએ આ વખતની હરાજી માટે ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ માટે મોટી ભવિષ્યવાણી કરી છે. મિચેલ સ્ટાર્કને લઈને તેણે કહ્યું કે આ વખતે તે હરાજીના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખશે.
IPL 2024ની હરાજી શરૂ થવામાં 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. આ હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે યોજાશે. આ વખતની હરાજી પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે કારણ કે ઘણા વર્ષો પછી સ્ટાર્કે આઈપીએલની હરાજીમાં પોતાનું નામ આપ્યું છે.
હરાજી પહેલા પણ મિચેલ સ્ટાર્કનો દબદબો
મિશેલ સ્ટાર્ક ડાબા હાથનો ફાસ બોલર છે. જે લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નવા બોલને સ્વિંગ કરી શકે છે. સ્ટાર્ક તેના શાર્પ યોર્કર્સ માટે જાણીતો છે તે ઓપન એન્ડ ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ છે અને ખૂબ જ અનુભવી બોલર છે. તેણે 2023ના વર્લ્ડ કપમાં ફરી એકવાર સાબિત કરી દીધું કે આ વર્લ્ડ કપ તેના માટે પૂરતો સારો સાબિત થયો ન હતો. પરંતુ હજુ પણ ઘણી ફ્રેન્ચાઇઝી આ ફાસ્ટ બોલર માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે. આ હરાજીમાં મોટાભાગની ટીમોને ઝડપી બોલરોની જરૂર છે. આ સ્થિતિમાં જો મિચેલ સ્ટાર્ક જેવો વિકલ્પ ઉપલબ્ધ હોય તો કઈ ટીમ તેને ખરીદવા માંગતી નથી. તે માટે આઈપીએલની હરાજી પહેલા ઓસ્ટ્રેલિયાના આ ફાસ્ટ બોલરની ખૂબ ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડીએ IPL 2024ની હરાજી માટે બે મોટી ભવિષ્યવાણી કરી છે.
મિચેલ સ્ટાર્ક IPL ઓક્શનના તમામ રેકોર્ડ તોડી નાખશે
આ વખતની IPL ઓક્શનમાં મિચેલ સ્ટાર્ક IPL ઓક્શન ઈતિહાસનો ઓલ ટાઈમ રેકોર્ડ તોડશે. જે હાલમાં સેમ કુરાનના નામે 18.50 કરોડ રૂપિયા છે. આઈપીએલ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન છે. જેને આઈપીએલ 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ ટોમ મૂડીને લાગે છે કે મિચેલ સ્ટાર્કને આ વર્ષે 18.50 કરોડ રૂપિયાથી વધુ મળશે. તેમના સિવાય રવિચંદ્રન અશ્વિને, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ માટે પણ અનુમાન લગાવ્યું છે અને કહ્યું છે કે ટીમ તેમના માટે 14 કરોડ રૂપિયાથી વધુની બોલી લગાવી શકે છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટોમ મૂડીએ IPLમાં ઘણી ટીમોની કેપ્ટનશીપ કરી ચૂકેલા સ્ટીવ સ્મિથની હરાજીની આગાહી કરતા કહ્યું હતું કે તે આ વખતે વેચાયા વગરના રહેશે. તમને જણાવી દઈએ કે ગયા મહિને સમાપ્ત થયેલો વર્લ્ડ કપ પણ સ્ટીવ સ્મિથ માટે ખાસ નહોતો તે ઘણા સમયથી આઉટ ઓફ ફોર્મ છે તેથી તે વેચાયા વિના રહે તેવી શક્યતા છે.