ભારતના પાડોશી દેશ ચીનના ઉતર પશ્ર્ચિમી પ્રાંત ગાંસુમાં 6.2 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ સર્જાતા ભારે તબાહી સર્જાઈ હતી. 111 લોકોના મોત નીપજયા હતા. જયારે 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા મૃત્યુંઆંક વધવાની આશંકા છે. સંખ્યાબંધ ઈમારતો ધરાશાયી થઈ હતી. ચીનના ઉતર પશ્ર્ચિમી ક્ષેત્ર ત્રાંસુ તથા કિંધઈમાં મધરાત આસપાસ ધરતી ધણધણી ઉઠી હતી. 6.2 ની તીવ્રતાના ભૂકંપથી ઈમારતો ડોલવા લાગી હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ જમીનથી 10 કિલોમીટર ઉંડે ભૂર્ગભમાં હતું. ભયાનક ભૂકંપમાં સંખ્યાબંધ મકાનો-ઈમારતો જમીન દોસ્ત થયા હતા.ભુકંપથી ગાંસુમાં 100 થી વધુનાં મોત નીપજયા હતા. જયારે કિંધઈમાં 11 લોકોને ભોગ લેવાયો હતો.બન્ને પ્રાંતોમાં અનુક્રમે 96 તથા 124 લોકો ઘાયલ થયા હતા.
અમેરીકી સીસ્મોલોજી વિભાગનાં રીપોર્ટમાં ભૂકંપની તીવ્રતા 5.9 હોવાનું જણાવવામાં આવ્યુ છે. ચીનના સતાવાર સુત્રોએ કહ્યું કે ભૂકંપને કારણે બન્ને પ્રદેશોમાં ભારે નુકશાન થયુ છે. વિજળી-પાણી જેવી માળખાકીય સુવિધાઓ ઠપ્પ થઈ છે.પરિવહન તથા ટેલીકોમ-સંચાર વ્યવસ્થા પણ તારાજ થઈ છે.ગાંસુનાં પાટનગર લાન્ઝુમાં ભૂકંપનાં ઝાટકા અનુભવાતાની સાથે જ યુનિવર્સીટીનાં છાત્રો બહાર દોડી આવ્યા હતા. સર્વત્ર ભયભીત લોકો માર્ગો પર દોડી આવ્યા હતા. ભૂકંપ અને તેમાં જાનમાલની ભારે તારાજીને પગલે તાબડતોબ રાહત-બચાવ ટીમોને તૈનાત કરી દેવામાં આવી હતી. ટેન્ટ, ફોલ્ડીંગ બેડ, રજાઈ સહીતની રાહત સામગ્રી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રમુખ શી જીનપીંગે રાહત-બચાવ કામગીરી તેજ કરવાના આદેશ જારી કર્યા હતા.
સતાવાર સુત્રોએ કહ્યું કે ભૂકંપથી ગાંસુમાં તારાજી વધુ છે. ઈમારતો જમીનદોસ્ત થતા કાટમાળ હેઠળ સંખ્યાબંધ લોકો ફસાયા છે તેઓને બહાર કાઢવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. પાણી-વીજળી જેવી માળખાગત સેવા બહાર કરવા પણ ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. રીપોર્ટમાં એમ કહેવાયુ છે કે ભૂકંપથી સૌથી વધુ તારાજી ગાંસુ તથા કિંધઈમાં હોવા છતા તેનું કેન્દ્ર બિન્દુ જીશીશનમાં નોંધાયું હતુ.સિચાઉ, શાંક્ષી તથા નિન્શીયામાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા માર્ગો-મકાનો સહીતનાં ઈન્ફ્રાસ્ટ્રકચરને વ્યાપક નુકશાન છે. ચીનમાં 2010 પછીનાં આ સૌથી ભયાનક ભૂકંપ ગણવામાં આવે છે. ભૂકંપનાં લોકો ફફડી ઉડયા હતા. લોકોએ મોજા પસાર થતા હોય તેવો અનુભવ હતો મધરાતને કારણે લોકો ઉંઘી ગયા હતા એટલે સફળા જાગીને બહાર નીકળવા દોડધામ કરવા લાગ્યા હતા.