કોરોનાએ વિશ્વમાં ફરી એકવાર દસ્તક દિધી છે. ભારતમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે કોરોના JN.1 ના નવા વેરિયન્ટે લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોનાના વધતા જતા કેસ અને શ્વસન સંબંધી બિમારીથી પીડિત લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી.
આરોગ્ય મંત્રી યોજેલી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, આરોગ્ય સુવિધાઓમાં વધારો કરવા અને વધુ ચેપના ફેલાઇ તે માટે તકેદારી રાખવા આદેશ આપ્યા હતા. મહત્વનું છે કે આ બેઠકમાં ICMR ડાયરેક્ટર ડૉ.રાજીવ બહલ, નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલ અને ICMRના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડો.સૌમ્યા સ્વામીનાથને પણ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિઅન્ટ JN.1નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં જોવા મળ્યો હતો. આ ચેપ 79 વર્ષીય વૃદ્ધ મહિલામાં જોવા મળ્યો હતો. તો આ તરફ વિદેશમાં પણ કોરોનાને કારણે ફફડાટ ફેલાયો છે. મળતી માહિતી મુજબ સૌથી ખરાબ સ્થિતિ સિંગાપોરની છે. જ્યાં એક અઠવાડિયામાં 56 હજારથી વધુ દર્દીઓ કોરોના ગ્રસ્ત થઇ રહ્યા છે. તો આ તરફ મલેશિયા અને ઇન્ડોનેશિયામાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.