ભારતમાં મોટેપાયે ક્રિસમસની ઉજવણી થાય છે. પરંતુ આ ઉજવણી કંઇ પણ સમજ્યા વગર કરવામાં આવે છે. કારણકે જે સાન્તા ક્લોઝની કાલ્પનિક છબી સાથે લોકો નાતાલ ઉજવી રહ્યા છે. તે સંત નિકોલસ છે. કેટલાક અહેવાલો મુજબ તેઓ ખુબ જ ક્રુર અને ગુસ્સેલ વ્યક્તિ હતો. જો કે ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસની ઉજવણીની તારીખોમાં પણ ઘણી બધા અસમજંસતા છે. તેઓ જ તેમના દેવતાની જન્મ તારીખ નક્કી નથી કરી શક્તા જે ખુબ જ દુર્ભાગ્ય પૂર્ણ વાત છે. મહત્વની વાત તોએ છે કે 25 ડિસેમ્બરે ઇસુ મસિહાનો જન્મ જ નથી થયો તેમ છતાં પણ આ દિવસ ઉચક અને ધરાર તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરે થયો જ ન હતો, તો પછી આ દિવસને તેમના જન્મદિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? આવો જાણીએ આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…
જીસસ ક્રાઈસ્ટની જન્મ તારીખને લઈને હંમેશા સવાલો ઉઠતા આવ્યા છે. એવું કહેવાય છે કે આના પર ઘણા સંશોધનો કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી કોઈની ચોક્કસ તારીખ જાણી શકાયુ નથી કે ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થયો હતો? લોકપ્રિય માન્યતા અનુસાર, તેમનો જન્મ ઉનાળામાં થયો હતો. એક રિપોર્ટ અનુસાર, સંશોધકોનું માનવું છે કે રોમન કેથોલિક ચર્ચે આ દિવસને ‘મોટા દિવસ’ તરીકે પસંદ કર્યો હતો. એવું કહેવાય છે કે તે વિન્ટર સોલિસિસ્ટ સાથે જોડવામાં આવ્યુ છે. જે ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી નાનો દિવસ છે. બીજા દિવસથી દિવસની લંબાઈ ધીમે ધીમે વધવા લાગે છે. આ દિવસે, રોમન સંસ્કૃતિના દેવ શનિનો તહેવાર ‘સેટર્નલિયા’ પણ ઉજવવામાં આવે છે.
ત્યારે ચર્ચે આ તારીખને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે સમયે યુરોપમાં બિન-ખ્રિસ્તી લોકો આ દિવસને સૂર્યના જન્મદિવસ તરીકે ઉજવતા હતા. આવી સ્થિતિમાં ચર્ચના આ નિર્ણય પાછળનો વિચાર બિન-ખ્રિસ્તીઓની સામે એક મોટો તહેવાર ઊભો કરવાનો હોવાનું કહેવાય છે. હકીકતમાં, જ્યારે શિયાળાની ઋતુમાં સૂર્યનો તાપ ઓછો થતો હતો, ત્યારે બિન-ખ્રિસ્તીઓ સૂર્યના પાછા આવવા માટે પ્રાર્થના કરતા હતા. તેઓ માનતા હતા કે આ દિવસે સૂર્ય તેની પરત યાત્રા શરૂ કરે છે.
એવી માન્યતા છે કે ઈસુ ખ્રિસ્ત તેમના તહેવાર ઈસ્ટરના દિવસે માતાના ગર્ભમાં આવ્યા હતા. તેથી લોકો 9 મહિના પછી તેમનો જન્મદિવસ ઉજવે છે. ગર્ભમાં આવવાના દિવસે રોમનો અને ઘણા લોકોએ 25 માર્ચ માનવામાં આવતો હતો. તે જ સમયે ગ્રીક કેલેન્ડર અનુસાર તે 6ઠ્ઠી એપ્રિલ માનવામાં આવે છે. આ મુજબ 25 ડિસેમ્બર અને 6 જાન્યુઆરીની તારીખો સામે આવી. આ રીતે નાતાલની તારીખ ઇતિહાસમાં ઘણી વખત બદલાતી રહી.
જોકે, શરૂઆતમાં નાતાલનો તહેવાર જાન્યુઆરીમાં જ ઉજવવામાં આવતો હતો. પછી આખરે 25મી ડિસેમ્બરે તે અટકી ગયો. આજે પણ, જો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ પરંપરાઓમાં ખ્રિસ્તીઓ 25 ડિસેમ્બરે નાતાલની ઉજવણી કરે છે, તો રશિયા, ઇજિપ્ત, ગ્રીસ વગેરે દેશોમાં રૂઢિવાદી ખ્રિસ્તીઓ 6 કે 7 જાન્યુઆરીએ નાતાલની ઉજવણી કરે છે.