શેરબજારમાં 20 ડિસેમ્બર એટલે કે આજે સવારે સારી સ્થિતિમાં ખુલ્ય બાદ આજે બપોર શેરબજાર ધડામ થઈ જતા કેટલાયના પરસેવા પડી ગયા હતા. સેન્સેક્સમાં દિવસના કારોબાર દરમિયાન 1600 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ પણ 500 અંક સુધી ગગડી જતા રોકાણકારોમાં હાહાકાર મચી ગયો હતો. સેન્સેક્સમાં દિવસના કારોબાર દરમિયાન 1600 અંકનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ પણ 500 અંક સુધી ગગડી ગયો.
બીએસઈનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 930.88 પોઈન્ટ એટલે 1.30 ટકાના ઘટાડા સાથે 70,506.31 ના લેવલ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 302.95 અંક એટલે કે 1.41 ટકાના ઘટાડા સાથે 21,150.15ના લેવલ પર ક્લોઝ થયો. બજારમાં આજે ઘટાડા વચ્ચે રોકાણકારોના 9 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયાના સમાચાર છે.
દેશમાં કોરોનાના નવા વેરિએન્ટના ડરથી શેર માર્કેટ ક્રેશ થઈ ગયું હોવાની વાત છે. ત્યારે કોરોનાના નવા વેરિએન્ટના કારણે દેશમાં એકવાર ફરીથી કોવિડના કેસ વધવા લાગ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પણ આ અંગે જાણકારી આપી છે કે કોરોનાના નવા વેરિએન્ટના કેસ સતત વધી રહ્યા છે. આ પણ બજારમાં કડાકાનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ સિવાય એફઆઈઆઈએ 600 કરોડ રૂપિયાથી વધુના શેરની વેચાવલી કરી છે. જેના કારણે બજારમાં કડાકો આવ્યો છે.