રાજ્યમાં ઠંડીને લઈ ફરી એકવાર હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મહંતીએ રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી,રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુકકું રહેશે,3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે,સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી આસપાસ રહેશે.રાજ્યમાં આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે,પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.