રાજ્યમાં શિયાળાની મોસમ જામી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું જોર વધ્યુ છે. આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે. વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે. જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે.
વાત કરીએ અમદાવાદની તો તાપમાન 16.7 ડિગ્રી નોંધાયુ છે. ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, રાજકોટ 14.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 15.2 ડિગ્રી, વડોદરા 16.2 ડિગ્રી, ભુજ 14.5 ડિગ્રી, કંડલા 14.4 ડિગ્રી, અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 17.4 ડિગ્રી, પોરબંદર 17.3 ડિગ્રી, ડીસા 14.2 ડિગ્રી , વલ્લભવિદ્યાનગર 15.5 ડિગ્રી, કેશોદ 15.9 ડિગ્રી, મહુવા 17.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ હજુ પણ વધુ આગાહી કરી છે. તેમના મુજબ આવતીકાલથી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આ સાથે પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી તાપમાન ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે.તો આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.