નવુ વર્ષ 2024માં કેટલાક ક્ષેત્રમાં ફેરફારો જોવા મળશે. મહત્વનું છેકે 2024ના વર્ષમાં લોકસભાની ચૂંટણી પણ છે. ત્યારે સિમ કાર્ડની ખરીદી અને જીએસટી દરને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે. લોકસભા ચૂંટણી બાદ સરકારી વિભાગોમાં ઘણા ફેરફારો થઈ શકે છે. તો આ તરફ વેપારીઓ તથા સામાન્ય લોકો માટે જીએસટી દરથી લઈને સિમ ખરીદવા સુધીના નિયમો બદલાશે. તો રોજગાર કાયદાના નિયમો પણ બદલાશે.
જીએસટી દરમાં એક ટકાનો ફેરફાર થશે
એક રિપોર્ટ્સ અનુસાર નવા વર્ષ 2024થી GST રેટ 8 ટકાથી વધીને 9 ટકા થશે. 2022ના બજેટમાં ડબલ રેટ વધારાનું આ અંતિમ પગલું છે. આ વધારો 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે. વ્યવસાયો અને વેપારીઓએ તેમની સિસ્ટમ્સ અને કિંમતો અપડેટ કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે.
રોજગાર કાયદામાં ફેરફાર, રજાની ગણતરી નવી પદ્ધતિથી કરાશે
1 જાન્યુઆરી, 2024થી રોજગાર સંબંધિત કાયદાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે. આ હેઠળ, પાર્ટ-ટાઇમ કામદારો અને અનિયમિત કલાકો કામ કરતા લોકો માટે રજાની ગણતરી નવી પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવશે. એટલે કે, જે કર્મચારીઓ અલગ-અલગ કલાક કામ કરે છે અથવા વર્ષના અમુક ભાગો માટે કામ કરે છે. તેઓ ખાસ પ્રકારની રજા મેળવી શકશે.
સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમો બદલાશે
હવે સિમકાર્ડની ખરીદી અને વેચાણ પર ફ્રોડ નહિ ચાલશે. કારણ કે એક રિપોર્ટ્સ અનુસાર, સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નિયમો વર્ષ 2024થી બદલાઇ જશે. વેચાણકર્તાએ સિમ કાર્ડ વેચતા પહેલા સરકારમાં નોંધણી કરાવવી પડશે. આ સાથે સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવાનો રહેશે. સિમ કાર્ડ ખરીદવા માટે ગ્રાહકોએ તેમની ઓળખ આપવી પડશે. એટલે કે આધાર મેચ સહિતની સંપૂર્ણ વિગતો પછી જ સિમ કાર્ડ ખરીદી શકાશે.
વિદેશી વિઝાના નિયમો પણ બદલાશે
તો વિદેશ જવા ઇચ્છુક માટે નવા નિયમો આવ્યા છે. 2024થી વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે તેમના અભ્યાસના અંત પહેલા વિઝા માટે અરજી કરવી પડશે. એટલે કે ત્યાં સુધી કોઈપણ દેશના વિદ્યાર્થીઓ વર્ક વિઝા પર સ્વિચ કરી શકશે નહીં. જ્યાં સુધી તેમનો કોર્સ પૂરો ન થાય. ઉદાહરણ તરીકે જે વિદ્યાર્થીઓ અમેરિકામાં કામ કરવા માગે છે. તેઓએ તેમનો અભ્યાસ પૂર્ણ કરતા પહેલા વર્ક વિઝા માટે અરજી કરવી પડશે. ઉપરાંત, તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી, તેમને ત્યાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.