કેન્દ્ર સરકારે પાન તેમજ આધારકાર્ડ લીંકઅપ કરાવવાની મુદત પુરી થયા બાદ એક તરફ કરોડો પાનકાર્ડ જે લીંકઅપ ન હતા તે ડીએકટીવેટ કર્યા છે તો બીજી તરફ સરકારની ડેડલાઈન બાદ આ લીંકઅપ કરાવનાર પાસેથી રૂા.1000ના દંડ પેટે અત્યાર સુધીમાં 2125 કરોડ વસુલી લીધા છે.
સંસદમાં ગઈકાલે આ માહિતી આપતા કેન્દ્રના નાણા રાજયમંત્રીએ જવાબ આપ્યો કે 30 જૂન 2023 સુધીમાં 54.67 કરોડ લોકોએ તેના પાન અને આધાર લીંકઅપ કરાવ્યા છે.
આ ઉપરાંત જે લીંકઅપ ન હોય તે પાનકાર્ડ ઈનઓપરેટીવ બની ગયા છે અને સરકારે મુદત બાદ લીંકઅપ કરાવનાર પાસેથી રૂા.1000નો દંડ મેળવ્યો છે તે રીતે કુલ 30 નવેમ્બર 2023 સુધીમાં 2125 કરોડ રૂપિયાનો દંડ મેળવ્યો છે. આ ઉપરાંત જેમના પાન તથા આધાર લીંકઅપ નહી હોય તેને આવકવેરા રીફંડ મળશે નહી.