ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરવી ઈતિહાસ રચ્યો છે.મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને પ્રથમવાર હરાવ્યુ.ભારતે એકમાત્ર ટેસ્ટ મેચમાં આઠ વિકેટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમને હરાવી છે.
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 406 રન કર્યા હતા. સામે કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 219 રન કર્યા હતા.તેેમા ભારતીય ટીમને 187 રનની લીડ મળી હતી.જે બાદ ઓસ્ટ્રેલિયન ટીમે બીજા દાવમાં 261 રન બનાવ્યા અને ભારતની ટીમને 75 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.જે ભારતીય ટીમે માત્ર બે વિકેટના ભોગે પૂર્ણ કર્યો અને ભારતીય ટીમનો 8 વિકેટ શાનદાર વિજય થયો હતો.
ઈંગ્લેન્ડ બાદ હવે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે મોટી જીત મળવી છે.સ્મૃતિ મંધાનાએ બીજી ઇનિંગમાં ભારત તરફથી સૌથી વધુ અણનમ 38 રન બનાવ્યા હતા.રિચા અંજનાએ 13 રન બનાવ્યા હતા.જેમિમાહ રોડ્રિગ્સ 12 રન બનાવીને અણનમ રહી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતને પહેલી જીત મળી છે. બંને ટીમો વચ્ચે 1977થી અત્યાર સુધી 11 ટેસ્ટ રમાઈ છે.ઓસ્ટ્રેલિયા ચાર જીત્યું છે. છ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ અને હવે ભારતને એક જીત મળી છે.