સુરતમાં એક એવુ નામ જેને સૌ કોઇ
સાંભળ્યુ હશે…પપ્પા….હજારો દિકરીઓ જેને પપ્પા કહીને બોલાવે છે. તે છે મહેશ
સવાણી…જે ગરીબ દિકરીઓ હોય કે માતા-પિતા વિના દિકરી હોય તેમના લગ્ન મહેશ પપ્પા
કરાવી આપે છે. જી હા સતત 12 વર્ષથી સુરતમાં આ અનોખા સમુહ લગ્નનું
આયોજન કરાઇ છે. આ વર્ષે પણ મહેશ સવાણી સંચાલિત સમુહ લગ્નમાં 75 જેટલા જોડાએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે માવતર નામની સંસ્થા
ધરાવતા મહેશભાઇ સવાણીએ આ વખતે પણ દિકરીઓનો લાગણીભીનો લગ્ન સમારોહ યોજ્યો હતો. આ
લગ્ન સમારોહમાં સી.આર.પાટિલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. અને પ્રભુતામાં પગલાં
પાડનાર દિકરીઓને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે મહત્વની વાત એ છે કે આ સમુહ લગ્ન
સમારંભની સાથે જ મહેશ સવાણી 4992 દીકરીઓના પિતા બન્યા છે.
મહત્વનું છેકે માવતર વિનાની આ દિકરીઓના
લગ્ન મહેશ સવાણી પોતાની દિકરી હોય એ રીતે જ કરાવે છે. અને આ દિકરીઓના કોડ અધુરા ન
રહી જાય તે માટે એટલા જ ધામધુમ અને ઠાઠમાઠથી લગ્નનું આયોજન કરે છે. ત્યારે
પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે માતા પિતા કે પિતાની
છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના લગ્ન બાદ મહેશ સવાણીએ આ 75 દીકરીઓની લાગણીસભર વિદાય અપી હતી. તેમની સાથે મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આ ખાસ સમુહ લગ્નનું આયોજન થયુ હતુ.
સાથે જ રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે આ
દીકરીઓને લગ્ન મંડપમાં કન્યાદાન યોજાયુ હતુ. જ્યાં લાગણી સભર દર્શ્ય સર્જાયા હતા.
ત્યારે ઉપસ્થિત સૌ કોઇએ એ આ દિકરીઓના સંસાર સુખરૂપ ચાલે તેવા આશીર્વાદ આપ્યા હતા.