અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની રૂપરેખા ઘડાઇ ગઇ છે. મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. પરંતુ તે પહેલા અનેક પ્રકારની પૂજા અને વિધિઓ શરૂ થઈ જશે. ત્યારે 15 જાન્યુઆરીથી લઇ 22 જાન્યુઆરી સુધી વિવિધ પુજા વિધીઓ થવા જઇ રહી છે.
15 જાન્યુઆરીએ રામ લલ્લાની મૂર્તિ એટલે કે રામ લલ્લાના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે
16 જાન્યુઆરીથી મૂર્તિના નિવાસનું અનુષ્ઠાન શરૂ થઇ જશે. જે પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ કાર્યક્રમ છે.
17 જાન્યુઆરીએ રામલલાની મૂર્તિને નગરચર્યા કરાવવામાં આવશે
18મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે
19મી જાન્યુઆરીએ યજ્ઞ અગ્નિની સ્થાપના કરવામાં આવશે
20 જાન્યુઆરીએ ગર્ભગૃહને 81 કલશ સરયૂના જળથી ધોયા બાદ વાસ્તુની પૂજા કરવામાં આવશે
21 જાન્યુઆરીએ રામલલાને 125 તીર્થધામોના જળથી સ્નાન કરાવવામાં આવશે
22 જાન્યુઆરીએ મધ્યાહ્ન મૃગશિરા નક્ષત્રમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન રહેશે. ભારત અને વિદેશના VVIP મહેમાનો પણ મોટી સંખ્યામાં હાજર રહેશે.
મહત્વનું છે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો ખૂબ જ સૂક્ષ્મ શુભ સમય હશે. જેમાં રામ લલ્લાનો અભિષેક કરવામાં આવશે. કાશીના જ્યોતિષ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ શુભ સમય પસંદ કર્યો છે. રામલલ્લાનો અભિષેક માટે શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હશે. જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનું હશે.
રામનગરીમાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યાના દરેક ખૂણાને સુરક્ષા કવચ લગાવી દિધા છે.યોગી સરકારે રામ મંદિરના અભિષેકને લઈને સુરક્ષા વ્યવસ્થા માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.જેને પગલે CRPF, UPSSF, PAC અને સિવિલ પોલીસ દરેક ખૂણે ખૂણે હાજર રહેશે. ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI આધારિત સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે. અયોધ્યામાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.