ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ Zomato ને રૂ. 401.7 કરોડની કર જવાબદારી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નોટિસ મળી છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ 29 ઑક્ટોબર, 2019 થી માર્ચ 31, 2022 દરમિયાન ડિલિવરી ચાર્જ વસૂલાત પર બાકી ટેક્સ માટે કંપનીને આ નોટિસ મોકલી છે. નોટિસ મોકલીને DGGIએ કહ્યું છે કે ડિલિવરી ચાર્જ સર્વિસ કેટેગરીમાં આવે છે અને કંપનીઓ 18 ટકા GST ચૂકવવા માટે જવાબદાર છે.
GST નોટિસ અંગે Zomatoએ શું કહ્યું?
ઝોમેટોએ નોટિસના જવાબમાં કહ્યું છે કે તે કોઈપણ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. કંપનીએ કહ્યું, “ડિલિવરી પાર્ટનર્સ વતી કંપની દ્વારા ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવે છે. વધુમાં, કરારના નિયમો અને શરતો પર પરસ્પર સંમત થયા મુજબ, ડિલિવરી પાર્ટનર્સે ગ્રાહકોને ડિલિવરી સેવાઓ પૂરી પાડી છે, કંપનીને નહીં.” કંપની ટૂંક સમયમાં કારણ બતાવો નોટિસનો યોગ્ય જવાબ દાખલ કરશે.
DGGI એ Zomato ને પ્રી-ડિમાન્ડ નોટિસ મોકલી છે
Zomato ને 26 ડિસેમ્બરે DGGI તરફથી 401.7 કરોડ રૂપિયાની GST નોટિસ મળી હતી. આ નોટિસ અંગે કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની ફાઇલિંગમાં માહિતી આપી છે. આ પહેલા Zomato અને તેની હરીફ સ્વિગીને પણ DGGI તરફથી 750 કરોડ રૂપિયાની પ્રી-ડિમાન્ડ નોટિસ મળી છે. Zomato DGGIને આ નોટિસનો જવાબ આપવા માટે જરૂરી કાનૂની સલાહ લઈ રહ્યું છે.