અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને હવે એક મહિનાથી પણ ઓછો સમય છે. ત્યારે અયોધ્યામાં ઘણાં ફેરફારો આવી રહ્યા છે. અયોધ્યામાં વધુ એક નિર્ણય લેવાયો છે. અયોધ્યાનો 84 કોસી પરિક્રમા વિસ્તાર દારૂના વેચાણથી સંપૂર્ણપણે મુક્ત રહેશે. યુપીના આબકારી મંત્રી નીતિન અગ્રવાલે આની જાહેરાત કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ જાહેરાત સમગ્ર અયોધ્યા મહાનગર ક્ષેત્રમાં લાગુ પડતી નથી. માત્ર 84 કોસી પરિક્રમા વિસ્તારમાં જ લાગુ થશે.
યુપીના આબકારી મંત્રીએ કરેલી જાહેરાત મુજબ રામનગરી અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. હાલની તમામ દુકાનો હટાવીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે. આબકારી મંત્રી નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે શ્રી રામ મંદિર વિસ્તારને પહેલા જ દારૂ મુક્ત બનાવી દેવામાં આવ્યો છે. હવે 84 કોસી પરિક્રમા વિસ્તારને દારૂ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની તમામ દુકાનો દૂર કરવામાં આવશે.
સાથે જ આબકારી મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ સમગ્ર અયોધ્યા મહાનગર ક્ષેત્ર વિસ્તારમાં લાગુ નથી. માત્ર 84 કોસી પરિક્રમા વિસ્તારમાં જ લાગુ થશે.