અખિલ ભારતીય મુસ્લિમ મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંઘની સહાયક સંસ્થા સ્વદેશી જાગરણ મંચના જિલ્લા સંયોજક ફરહત અલી ખાને અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમનું કહેવુ છે કે જો તેને તક મળશે તો તે પણ આ ક્ષણનો સાક્ષી બનશે.
મહત્વનું છે કે ફરહત અલી ઇસ્લામમાં દ્રઢપણે માને છે. આ સાથે તેઓ ભારતીય પરંપરાનું પણ ઘણું સન્માન કરે છે. હોળી, દિવાળી, રક્ષાબંધનના તહેવારો પણ ખૂબ જ ભક્તિભાવથી ઉજવે છે.
ઉલ્લેખનીય છે કે ફરહત અલીએ જ્યારે રામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ થયો ત્યારે 21 દીવા પ્રગટાવીને ખુશી વ્યક્ત કરી હતી. આમ કરવા બદલ તેને મુસ્લિમ સમુદાય તરફથી ફતવાના આદેશો સાથે ધમકીઓ પણ મળી હતી. તેમણે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મળવાના સંકેત છે. જો તેમને આમંત્રણ મળશે તો તે ચોક્કસપણે તેમાં હાજરી આપશે. તેણે કહ્યું કે તે મારું સૌભાગ્ય હશે. તે આમાં ભાગ લઈને ગર્વ અનુભવશે.