જેએનયુ એટલે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદાસ્પદ સ્લોગન લખવાનો મામલો સામે આવ્યો છે. આ સ્લોગન ભાષા અભ્યાસ કેન્દ્રની દિવાલો પર લખવામાં આવ્યાૉ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાબરી મસ્જિદ ફરીથી બનાવવામાં આવશે. આ સ્લોગન નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) ના નામ ઉપર લખેલું છે. જો કે એનએસયુઆઈએ તેમની કોઇપણ સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે.
એનએસયુઆઈના જેએનયુ યુનિટના પ્રમુખ સુધાંશુ શેખરે કહ્યું કે સંગઠનનું નામ પહેલાથી જ બ્લેક માર્કરથી લખવામાં આવ્યું હતું. પાછળથી લાલ માર્કરથી સૂત્રો લખવામાં આવ્યા છે. અમારી સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે અમે જેએનયુ પ્રશાસન પાસે આવા નારાઓ પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છીએ. પરંતુ, JNU પ્રશાસન આવા મામલામાં તપાસ આગળ ધપાવતું નથી. જ્યારે ભાષા અભ્યાસ કેન્દ્રની નીચે સીસીટીવી લગાવવામાં આવ્યા છે, ત્યારે તેમના ફૂટેજ સ્કેન કરીને આરોપીઓ સુધી પહોંચી શકાય છે.
બીજી તરફ જેએનયુના સુરક્ષા અધિકારીએ આ ઘટનાની જાણકારી હોવાનો ઈન્કાર કર્યો છે. તમને જણાવી દઈએ કે જેએનયુના લેંગ્વેજ સ્ટડી સેન્ટરમાં જ વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે. થોડા મહિના પહેલા પણ સૂત્રો લખવામાં આવ્યા હતા. તે પહેલા ચોક્કસ જાતિને નિશાન બનાવીને સૂત્રો લખવામાં આવ્યા હતા. પરંતુ, આ કેસોમાં કોઈ તપાસ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે ભડકાઉ સુત્ર લખવા પર 10 હજારનો દંડ ફટકારવાની જોગવાઇ છે. ત્યારે ભાષા અભ્યાસ કેન્દ્રના આ સ્થળે કોઈ સીસીટીવી નથી. ત્યારે આવી સ્થિતિમાં આવા તત્વો તેનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.ત્યારે તાજેતરમાં જ દંડની જોગવાઇ કરાઇ છે. છતાં પણ સુત્ર લખનાર તત્વોમાં કોઇ બીક કે કાયદાનો ડર નથી. આવા કિસ્સાઓ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી.