6 ડિસેમ્બરનો દિવસ ભારતીય ઈતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના રોજ ઘ્વંશ કરવામાં આવી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં લાખો કાર સેવકો દ્વારા બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને ધ્વંશ કર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ અને શિવસેના સહિત અન્ય હિન્દુ સંગઠનોના લાખો કાર્યકરોએ વિવાદિત માળખું તોડી પાડ્યું હતું. જે બાદ દેશભરમાં સાંપ્રદાયિક રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં 2 હજારથી વધુ લોકોના મોત નિપજ્યા હતા.
બાબરી મસ્જિદ મુઘલ યુગની મસ્જિદ હતી. જે અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર ઊભી હતી. આ મસ્જિદ ભારતમાં મુઘલ વંશના સ્થાપક બાબરના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. બાબરી મસ્જિદના નિર્માણની તારીખને લઈને ઈતિહાસકારોમાં સર્વસંમતિનો અભાવ છે . કેટલાક ઈતિહાસકારોએ દાવો કર્યો છે કે બાબરી મસ્જિદ નામની મસ્જિદ બાબર (1526-30) ના સમય દરમિયાન બનાવવામાં આવી ન હતી, પરંતુ શક્તિશાળી મુઘલ બાદશાહોના છેલ્લા ઔરંગઝેબ (1657-1707)ના સમયે બનાવવામાં આવી હતી.
બાબરી મસ્જિદ વિવાદાસ્પદ રહી કારણ કે ભગવાન રામના ભક્તોએ દાવો કર્યો હતો કે તે ભગવાન રામના જન્મસ્થળ પર એક મંદિર તોડીને બનાવવામાં આવી હતી. 6 ડિસેમ્બર, 1992ના રોજ વીએચપી અને ભાજપના આહવાન પર, કારસેવકો અયોધ્યામાં એકઠા થયા અને બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને તોડી પાડ્યો હતો. 2019માં સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદને ભગવાન રામના જન્મસ્થળ તરીકે માન્યતા આપી અને તેમના નામે મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટને જમીન આપી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં બાબરી મસ્જિદના ધ્વંસને પણ ગેરકાયદેસર કૃત્ય ગણાવ્યું હતું.
6 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં હજારો કાર સેવકો સાથે અયોધ્યામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દેશભરમાંથી લાખો કાર સેવકોનું ટોળું અયોધ્યામાં બાબરી મસ્જિદ તરફ આગળ વધી રહ્યું હતું. “જય શ્રી રામ”, “રામ લલા હમ આયેંગે”, મંદિર વહી બનાયેગે, એક ધક્કા અને દો ઓર બાબરી મસ્જિદ તોડ દો આ પ્રકારના નારા સાથે કાર સેવકોએ મસ્જિદનાં ઢાંચાને ધ્વંસ કર્યુ હતુ. બાબરી મસ્જિદમાં ત્રણ ગુંબજ હતા અને ભગવાન રામના ભક્તો માને છે કે મધ્ય ગુંબજની નીચેનું સ્થાન ભગવાન રામનું ચોક્કસ જન્મસ્થળ હતું. બપોરના થોડા સમય પછી બાબરી મસ્જિદ તોડી પડાઇ. કાર સેવકો દ્વારા ત્રણેય ગુંબજ ધ્વંશ કરાયા હતા.
બાબરી મસ્જિદ વિધ્વંસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી. કે તેના આદેશોનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.પરંતુ મસ્જિદ તોડવાનું રોકી શક્યા નહિ. જેના કારણે કલ્યાણ સિંહને એક દિવસની સજા પણ કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રના તત્કાલીન પીએમ નરસિમ્હા રાવ સરકાર અને રાજ્યની તત્કાલીન સીએમ કલ્યાણ સિંહ સરકાર આ સમગ્ર ઘટનાને જોતી જ રહી ગઇ હતી. આ ઘટના બાદ કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ સરકારને બરતરફ કરી દીધી હતી.
2019માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે બાબરી મસ્જિદ જૂના રામ મંદિર પર બનાવવામાં આવી હતી. હવે ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રંસગ યોજાવા જઇ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે ભગવાન રામલલાનો અભિષેક કરવામાં આવશે.