ભારતીય નૌસેનાએ યુનિફોર્મ પરની પટ્ટીની ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે. નવા વર્ષથી નેવી એડમિરલ નવી તકતી સાથે જોવા મળશે. નૌકાદળે આ સંદર્ભે ટ્વિટર પર એક તસવીર અને વિડિયો શેર કર્યો અને લખ્યું કે, ‘જેમ જેમ આપણે નવા વર્ષ 2024માં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે ભારતીય નૌકાદળે એડમિરલ્સ એપલેટ્સની નવી ડિઝાઇનનું ગર્વથી અનાવરણ કર્યું, જેની જાહેરાત વડા પ્રધાન દ્વારા સિંધુદુર્ગ ખાતે નેવી ડે દરમિયાન કરવામાં આવી હતી.
નેવીએ લખ્યું, ‘નૌકાદળના ચિહ્નમાંથી લેવામાં આવેલ અને છત્રપતિ શિવાજી મહારાજના કોટ ઓફ આર્મ્સથી પ્રેરિત નવી ડિઝાઇનમાં અષ્ટકોણ, આપણા સમૃદ્ધ દરિયાઈ વારસાનું સાચું પ્રતિબિંબ છે. નવી ડિઝાઇનને અપનાવવાથી પંચપ્રાણના 2 સ્તંભો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ મળે છે – વારસામાં ગૌરવ અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ. ભારતીય નૌકાદળ શાબ્દિક રીતે ભારતીયતાને અપનાવી રહી છે. તકતીની પટ્ટીમાં હવે સુવર્ણ પટ્ટી અને વર્તુળને બદલે સૂર્ય, રાષ્ટ્રીય પ્રતીક અને અન્ય પ્રતીકો દર્શાવવામાં આવશે.
નવું પ્રતીક કંઈક આના જેવું દેખાશે