ગૂગલે ડિફોલ્ટ શેરિંગ ટૂલ તરીકે Nearby Share ને લોંચ કર્યું હતુ તેની મદદથી તમે એન્ડ્રોઇડથી એન્ડ્રોઇડ પર ફાઇલો, ફોટા અને અન્ય મલ્ટીમીડિયા શેર કરી શકો છો. કંપનીએ આ ફીચર વર્ષ 2020માં લોંચ કર્યું હતું. જો કે, થોડા વર્ષોમાં ગૂગલે તેનું નામ બદલવાનો નિર્ણય લીધો છે. તેનું કારણ કદાચ Apple AirDrop અને Shareit છે. Apple AirDrop અને Shareit બંને ફાઇલ શેરિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. Google ને આશા હતી કે Nearby Share ફીચર Apple AirDrop જેટલું લોકપ્રિય બનશે પરંતુ એવું થતું હોય તેવું લાગતું નથી.
હવે કંપનીએ આ ફીચરનું નામ બદલીને ક્વિક શેર કરવાનો નિર્ણય લીધો છે. કદાચ આ નામના કારણે લોકો આ ફીચરને વધુ સારી રીતે સમજી શકશે અને યાદ રાખશે. મળતી માહિતી મુજબ Google Play Services એપના વર્ઝન 23.50.13ના નવા અપડેટમાં આ ફેરફાર જોવા મળશે. આ અપડેટ પછી Nearby Shareનું નામ ક્વિક શેર હશે. માત્ર નામ જ નહીં પરંતુ આ ફીચરનો લોગો પણ બદલાશે. આનો એક સ્ક્રીન શોટ પણ સામે આવ્યો છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે ડેશબોર્ડ ઈન્ટરફેસ, સેન્ડિંગ સ્ક્રીન અને ક્વિક સેટિંગ્સમાં ફેરફાર થશે.
જણાવી દઈએ કે સેમસંગ વન UIમાં પણ આ નામનો ઉપયોગ કરે છે. જો કે, સેમસંગ ભવિષ્યમાં ગૂગલના આ ફીચરને અપનાવશે કે નહીં તેની કોઈ માહિતી નથી. હાલમાં, આ ફેરફાર ફક્ત Google Pixel ફોન પર જ દેખાય છે. જો કે, ગૂગલના રિબ્રાન્ડિંગ પછી આ સુવિધા તમામ ડિવાઈઝ પર ક્યારે ઉપલબ્ધ થશે તે જાણી શકાયું નથી.