હવે આજના ખેડૂતો પ્રગતીશિલ બન્યા છે. અને આધુનિકતા તરફ વળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ ખેતીની એક એવી પદ્ધતિ શોધી કાઢી છે જેમાં માટીની જરૂર નથી. મતલબ કે તમારો પાક માટી વગર તૈયાર થશે. અને પાક સામાન્ય કરતા 50 ગણો વધુ હશે. શું છે આ ટેક્નોલોજી જાણો..
સ્વીડનની લિન્કોપિંગ યુનિવર્સિટીએ સમયની સાથે ટેકનોલોજી કેવી રીતે આગળ વધી રહી છે તેનું ઉદાહરણ રજૂ કર્યું છે. લિંકપિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનિક માટીની શોધ કરી છે.તેનો અર્થ એ છે કે તમારે પાક ઉગાડવા માટે માટીની જરૂર નથી. તમારો પાક માટી વગર તૈયાર થશે. અને ઉપજ પણ સામાન્ય કરતાં 50% વધુ હશે. જે જાણીને તમને નવાઈ લાગશે. હવે સમજો કે આ ટેક્નોલોજી શું છે અને કોના પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
માટી વિના ખેતી કરવાની આ તકનીકને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ ટેક્નોલોજી ઘણાં સમયથી ઉપયોગમાં લેવાઇ રહી છે. અને ઘણા લોકો તેની સાથે ખેતી પણ કરી રહ્યા છે. આમાં ખનીજ, પાણી અને રેતીનો ઉપયોગ પાક ઉગાડવા માટે થાય છે. હાઇડ્રોપોનિક્સમાં, ખનિજ પોષક દ્રાવણની મદદથી પાક ઉગાડવામાં આવે છે. અને આ તકનીકથી પાક ગમે ત્યાં ઉગાડી શકાય છે. ગ્લોબલ વોર્મિંગના વધતા જતા પ્રકોપને કારણે આ ટેક્નોલોજીની શોધ થઈ અને આજે ઘણા લોકો આ ટેક્નોલોજીની મદદથી ખેતી કરી રહ્યા છે. આ તકનીકમાં, ખનિજ પોષક દ્રાવણ એ છોડ માટે બધું જ છે અને કારણ કે તે પ્રકાશ દ્વારા સક્રિય થાય છે. તેને ઇલેક્ટ્રિક માટી નામ આપવામાં આવ્યું છે.
લિંકપિંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ખેતીની તકનીકમાં નવા પ્રકારના સબસ્ટ્રેટ એવી સપાટી કે જેના પર છોડ ઉગે છે તેનો ઉપયોગ કર્યો છે. જેમાં આ સબસ્ટ્રેટને પ્રકાશની મદદથી ઉત્તેજીત કરવામાં આવે છે. એટલે કે, પ્રકાશની મદદથી, પાકની સપાટીને વધુ પોષણ પૂરું પાડવામાં આવે છે. અને પાકના મૂળ ઝડપથી સક્રિય થાય છે, જેના કારણે પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે. આ પ્રકારની ખેતીમાં તમે પાકના પોષણને નિયંત્રિત કરી શકો છો.
15 દિવસમાં પાકમાં 50 ટકાનો વધારો કઇ રીતે થાય છે તે વિશે વાત કરીએ તો પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત થયેલ સંશોધન દર્શાવે છે કે ઇલેક્ટ્રીક માટીમાં ઉગાડવામાં આવતા જવના છોડ 15 દિવસમાં 50 ટકા વધુ વૃદ્ધિ પામ્યા હતા. જ્યારે તેમના મૂળને ઇલેક્ટ્રિકલી ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. એટલે કે, જ્યારે જવના છોડના મૂળને વિદ્યુત રીતે સક્રિય કરવામાં આવ્યા હતા, ત્યારે તેમની વૃદ્ધિ સામાન્ય કરતાં 15 દિવસમાં 50% વધી હતી.
ટેક્નોલોજીની મદદથી તમે ઊભી રીતે ખેતી કરી શકો છો. ઉદાહરણ તરીકે, આ હાઇડ્રોપોનિક્સ સેટઅપને ટાવરના રૂપમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. અને એક જગ્યાએ ઘણા પાક ઉગાડી શકાય છે. હાઇડ્રોપોનિક્સ ફાર્મિંગમાં, નિયંત્રિત વાતાવરણ બનાવવામાં આવે છે. અને દરેક વસ્તુને નિયંત્રિત કરી શકાય છે.