વર્ષ 2024ના નવા વર્ષના પ્રારંભે જ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO એ નવુ અવકાશ મિશન શરૂ કર્યુ છે.ISROએ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ સહિત 11 ઉપગ્રહોને તેમની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યા છે.ISROનો પ્રથમ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ EXPOSAT એક્સ-રે સ્ત્રોતના રહસ્યોને ખુલ્લા પાડવામાં અને ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે.
PSLV-C58 દ્વારા એ એક્સ-રે પોલેરિમીટર ઉપગ્રહને સફળતાપૂર્વક પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂક્યો
2024ના પહેલા જ દિવસે ભારતની અંતરિક્ષ સંસ્થા ઈસરોએ પોતાનું એક મિશન XpoSAT સફળતાપૂર્વક લોન્ચ કર્યું.સોમવારે સવારે 9.10 વાગ્યે ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ પ્રથમ એક્સ-રે પોલેરીમીટર ઉપગ્રહ એટલે કે PSLV C-58 દ્વારા શ્રીહરિકોટાથી XpoSAT ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યો.તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિમીની ઉંચાઈ પર જશે.આ રોકેટનું આ 60મું મિશન હશે.ઈસરોના વડા ડો.એસ.સોમનાથ આ મિશનના પ્રક્ષેપણ પર અંગત રીતે નજર રાખી રહ્યા છે.

1st day of 2024, 1st Success for #ISRO to keep making Bharat Proud!

ISRO has successfully launched PSLV-C58 carrying Xposat & 10 other payloads. XPoSat is Bharat’s 1st dedicated scientific satellite for carrying out research in space-based polarisation measurements of X-ray… pic.twitter.com/p1YPOyXhSH
— BhikuMhatre (@MumbaichaDon) January 1, 2024

ઉપગ્રહે અત્યાર સુધીમાં ત્રણ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
આ અંગે ઈસરોએ કહ્યું આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય દૂરના અવકાશમાંથી આવતા તીવ્ર એક્સ-રેના ધ્રુવીકરણને શોધવાનો છે.તેઓ કયા અવકાશી પદાર્થમાંથી આવે છે તે રહસ્ય આ કિરણો વિશે ઘણી માહિતી આપે છે.એક્સ-રે ધ્રુવીકરણ જાણવાનું મહત્વ સમગ્ર વિશ્વમાં વધ્યું છે.આ બ્લેક હોલ,ન્યુટ્રોન સ્ટાર્સ આકાશગંગાના કેન્દ્રમાં હાજર ન્યુક્લિયસ વગેરે જેવા પદાર્થો અથવા બંધારણોને સમજવામાં મદદ કરે છે.આ અવકાશી પદાર્થોના આકાર અને રેડિયેશન બનાવવાની પ્રક્રિયાને સમજવામાં મદદ કરશે.આ પ્રકારે ભારતે ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે.