ભારત સરકારે દર્દીઓને ICUમાં ક્યારે દાખલ કરવા અને ક્યારે ICUમાં ન રાખવા તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. નીતિ આયોગ ભલામણ કરે છે કે કોલા અને જ્યુસ જેવા મીઠાવાળા પીણાં તેમજ ખાંડ, મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાક પર 20 થી 30 ટકા જાહેર આરોગ્ય કર લાદવામાં આવી શકે છે.
નવા વર્ષ પહેલા ભારત સરકારે સ્વાસ્થ્ય સંબંધિત બે મહત્વપૂર્ણ ભલામણો જારી કરી છે. આમાંથી એક આઈસીયુમાં સારવાર માટે માર્ગદર્શિકા આપે છે. જ્યારે બીજી જીવનશૈલી સુધારવા માટે જરૂરી પગલાં લેવાનું સૂચન કરે છે. ICU સારવારની જરૂરિયાત નક્કી કરવા માટે પ્રથમ વખત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા, 24 ટોચના ડોકટરોની પેનલ દ્વારા સંકલિત કરવામાં આવી છે.
માર્ગદર્શિકામાં આવા લગભગ સાત માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ દર્દીને ICUમાં દાખલ કરી શકાય છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યુ છે કે ઓર્ગેઇન ફેલિયરના કિસ્સામાં, કોઇ અંગોથી જોડાયેલી બહારની સ્થિતિ, ગંભીર બીમારી કે જેમાં સઘન દેખરેખની જરૂર હોય, દર્દીઓને શ્વસન સહાયની જરૂર હોય, શસ્ત્રક્રિયા પછીના કેસોની સ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે, દર્દીને ફક્ત એવી પરિસ્થિતિઓમાં જ દાખલ કરવો જોઈએ જ્યારે તેઓ સીરીયસ કંડિશનમાં હોય.
દર્દીની મરજી વિરુદ્ધ કે દર્દીના સંબંધીઓની ઈચ્છા વિરુદ્ધ દર્દીને આઈસીયુમાં દાખલ ન કરવો જોઈએ તેવી સૂચના છે. જ્યારે દર્દીને એવો રોગ હોય કે જેમાં સાજા થવાની શક્યતાઓ મર્યાદિત હોય અથવા જ્યારે સારવારથી લાભ થવાની શક્યતા ન હોય ત્યારે દર્દીને ICUમાં દાખલ ન કરવો જોઈએ.