કોઇ નવો નંબર હોય તેને કોલ કર્યા વગર તે વ્યક્તિનું નામ જાણવું લગભગ અશક્ય હતુ. જો કે Truecaller નામના ફીચર થકી એ શક્ય બન્યુ હતુ. જો કે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવેથી Truecallerમાં કોલ કરનાર વપરાશકર્તાનું નામ કોઈને દેખાશે નહીં. સરકારે તેના નવા ટેલિકોમ્યુનિકેશન બિલમાં આ નિર્ણય લીધો છે.
નવા બિલમાં CNAPને ફરજિયાત યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે. એટલે કે હવે આ પોઇન્ટ ફરજિયાત રહેશે નહીં. આ ફીચર હેઠળ યુઝર કોલ કરનારનું નામ તેના નંબર સાથે જોઈ શકે છે. પરંતુ હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી નંબરની સાથે નામ દેખાશે નહીં. આ નિયમો તમામ કંપનીઓ માટે સમાન હતા. પરંતુ હવે તેને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, સરકારનો આ નિર્ણય Truecaller સાથે સંબંધિત નથી. જ્યારે Truecallerનો ઉપયોગ વધી શકે છે. કારણ કે આના કારણે લોકો હવે અન્ય એપ્સનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કરશે. તેની મદદથી યુઝરની માહિતી પણ સરળતાથી મેળવી શકાય છે. ઉપરાંત, હાલમાં ટ્રુકોલરનો ઉપયોગ કરવા માટે કોઈ ચુકવણી કરવાની જરૂર નથી. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ કરે છે. એટલે કે આ સંપૂર્ણપણે સરકાર દ્વારા લેવામાં આવેલ નિર્ણય છે.