શેરબજારમાં ચડ ઉતરનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે નવા વર્ષનું બીજું ટ્રેડિંગ સેશન અને મંગળવાર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક સાબિત થયું. રોકાણકારો દ્વારા ભારે વેચાણને કારણે બજારમાં મોટી ઘટ સર્જાય. આ ઘટાડાથી માત્ર ફાર્મા સેક્ટરના શેર જ છેટા રહ્યા હતા. સેન્સેક્સ ફરી 72,000ની નીચે ગયો છે.
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 380 પોઈન્ટના ઘટાડા સાથે 71,892 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 21,665ની સપાટી પર બંધ થયો છે. દિવસના કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ 650 પોઈન્ટ અને નિફ્ટી 200 પોઈન્ટ્સ સરકી ગયો હતો.
આજના કારોબારમાં ફાર્મા, હેલ્થકેર, મેટલ્સ, મીડિયા, એનર્જી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ખરીદારો જોવા મળ્યા હતા. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, એફએમસીજી સેક્ટર જેવા શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ પ્રોફિટ બુકિંગ હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરો ઘટીને બંધ થયા, જ્યારે માત્ર 6 શેરો વધીને બંધ થયા. નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધ્યા અને 20 નુકસાન સાથે બંધ થયા હતા.