ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. મુસ્લિમ યુવકો નામ બદલીને હિંદુ યુવતીઓને ફસાવવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ભરૂચમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવક આદિલે આર્ય તરીકે ઓળખાણ બતાવીને હિન્દુ યુવતીને ખોટા પ્રેમની જાળમાં ફસાવી છે. ભરૂચ શહેરમાં નોકરી કરતી એક યુવતી સોશિયલ મીડિયા પર આર્ય પટેલ નામની વ્યક્તિના સંપર્કમાં આવી હતી. આર્ય જેનું સાચું નામ આદિલ છે તેણે પોતાની અસલી ઓળખ છુપાવવાની સાથે તેના લગ્ન થઇ ચુક્યા છે. તે હકીકત છુપાવી યુવતીને ચાર વર્ષથી પ્રેમજાળમાં ફસાવી રાખી હતી.
મળતી માહિતી મુજબ મહિલાને જ્યારે આદિલની હકિકત ખબર પડી ત્યારે તે ચાવજ ગામમાં સ્થિત આદિલના ઘરે ગઈ હતી. અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ આદિલના પરિવાર અને આસપાસના રહિશો હકિકત જાણી ચોંકી ગયા હતા. દરમિયાન આ ઘટનામાં વિવાદનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ આ વીડિયોએ કેટલાક હિન્દુ સંગઠનોનું ધ્યાન ખેંચ્યું હતું.
તમને જણાવી દઈએ કે હિંદુ સંગઠનો યુવતીના સમર્થનમાં એકઠા થયા હતા. અને બાદમાં આ ઘટના અંગે ભરૂચ એસપીને જાણ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ એસપીએ મહિલા પોલીસ સ્ટેશનમાં તપાસ ટ્રાન્સફર કરી હતી. જ્યાં તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે મામલો સામે આવતા જ આદિલે યુવતી સાથે સમાધાન કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આદિલ પટેલે પણ પસ્તાવો વ્યક્ત કરતો માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. બીજી તરફ આદિલનું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું હતું. જેમાં તેણે ખોટો દાવો કર્યો હતો કે તેના માતા-પિતા મરી ગયા છે. આર્ય પટેલ તરીકે હિંદુ ઓળખ અપનાવનાર આદિલે યુવતીના ગામની મુલાકાત લીધી હતી. તેના પરિવારને મળ્યો હતો.અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે પોલીસ હજુ આ મામલે વધુ તપાસ કરી રહી છે.