રામ લલ્લાના અભિષેક પહેલા જ કાશી અને અયોધ્યા વચ્ચેનું અતૂટ બંધન વધુ મજબૂત બની રહ્યું છે. કાશીના ધાર્મિક વિદ્વાનો અને જ્યોતિષીઓને તો જવાબદારી મળી જ છે. સાથે હસ્તકલાકારોએ યજ્ઞના વાસણો તૈયાર કરીને અયોધ્યા મોકલી દિધા છે. હવે સફેદ ધાતુ કે જેને જર્મન ચાંદી પણ કહેવામાં આવે છે. તેના દ્વારા સહસ્ત્રછિદ્ર વાળો જલાભિષેક ઘડો તૈયાર કર્યા છે. જેના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામ લલ્લાનો જલાભિષેક કરવામાં આવશે.
1008 છિદ્રો ધરાવતા આ ઘડાને કાશીના કુશળ કારીગરો દ્વારા અઠવાડિયાની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 121 પૂજારીઓ માટે પૂજાના વાસણોના 125 સેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. પ્રત્યેક સેટમાં કમંડલ અથવા લુટિયા, આચમણી, તશ્તા એટલે કે નાની રકાબીનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે કાશીની સાંકડી શેરીઓ આખી દુનિયામાં જાણીતી છે. પરંતુ તે સાંકડી શેરીઓમાં એકથી લઇ એક પ્રતિભાશાળી લોકો વસે છે. જેમની કુશળતા આખી દુનિયામાં પ્રખ્યાત છે. વારાણસીનું કાશીપુરા ધાતુની હસ્તકલા માટે પ્રખ્યાત છે. આ જ વિસ્તારના સફેદ ધાતુ એટલે કે જર્મન સિલ્વરના કલાકાર લાલુ કશેરા પણ તેમની પાંચમી પેઢીથી આ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. અને આ વખતે તેમને અયોધ્યામાં રામ લલ્લાના સહસ્ત્રછિદ્ર જલાભિષેક ઘડાને તૈયાર કરવાની જવાબદારી મળી છે.
આ વિશે ઘડા વિશે વાત કરીએ તો તેમાં 1008 છિદ્રો છે. અને તેમાંથી 1008 પાણીની ધારાઓ નીકળશે. જેનાથી રામલલાને સ્નાન કરાવાશે. ઘડાને સફેદ ધાતુમાંથી કોતરીને બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ મશીન દ્વારા તેમાં 1008 છિદ્રો બનાવવામાં આવ્યા છે. રામલલાના અભિષેક માટે આ ઘડાનો માત્ર એક પીસ જ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ઘડાને રામ લલ્લાનો અભિષેક કરનારા ધાર્મિક વિદ્વાન ગુરુજી લક્ષ્મીકાંત દીક્ષિતના આદેશ પર તૈયાર કરવામાં આવ્યો છે.