લોકસભા 2024ની ચૂંટણીને લઈ ભાજપ સજ્જ છે અને તેને લઈ વિવિધ કાર્યક્રમો અને બેઠકોનો દોર શરૂ થયો છે,ત્યારે ગુજરાત ભાજપ પણ તેમાં પાછળ નથી.લોકસભા ચૂંટણીને લઈ આજે ગાંધીનગર સ્થિત પથિક આશ્રમ ખાતે ગુજરાત ભાજપની એક મહત્વની બેઠક મળશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર આ બેઠકમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો તેમજ આમંત્રીતો સિવાય કોઈ પણ નેતા અપેક્ષિત નથી.તો વળી બેઠકની ગપ્તતા જાળવવાનાં હેતુથી બેઠકમાં ઉપસ્થિત નેતાઓ અને મંત્રીના મોબાઈલ ફોન પણ બહાર રાખવા સૂચના અપાઈ છે.
બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે.ત્યારે આ બેઠકમાં લોકસભા ચૂંટણીની જવાબદારી અને એક્શન પ્લાન પર ચર્ચા થવાની સંભાવનાઓ જોવઈ રહી છે.
નોંધનિય બાબત એ છે કે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે.