ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ જણાવ્યુ છે કે ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિરન સેમિનાર 11 જાન્યુઆરીના રોજ યોજાશે.
રિન્યુએબલ એનર્જી-પાથવે ટુ એ સસ્ટેન્બલ ફ્યુચર થીમ આધારિત સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે.કાર્યક્રમની વિગત જોઈએ તો ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સંબોધન કરશે.
કોન્ફરન્સમાં અન્ય વક્તાઓમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની ડાયરેક્ટર જનરલ અજય કુમાર માથુર,નેશનલ રિન્યુએબલ એનર્જિ લેબોરેટરીના ડાયરેક્ટર માર્ટિન કેલર,ઈનોટિવ વિન્ડ એનર્જિ ઈનકોર્પોરેશનના સ્થાપક અને પ્રમુખ પ્રમોદ જૈન,ડેન્માર્કના એફશોર વિન્ડ એન્ડ રિન્યુએબલ એનર્જિના COE ના સેક્રટરીએટના વડા અલ્પ ગુનેસેવર અને ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જિ એજન્સિના ડાયરેક્ટર જનરલ ગૌરી સિંધનો સમાવેશ થાય છે.
સેમિનારનો ઉદ્દેશ્ય નવિનીકરન ઉર્જા ક્ષેત્રમાં વિવિધ વિષયોમાં ઈન્ફોર્મ્ડ ડિસીઝને સક્ષમ કરીને વ્યાપક સમજ પ્રદાન કરવાનો છે.ઉભતી તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે શરૂઆત કરી સહભાગીઓ સહયોગ અને નવિનતા માટેની તકોને ઓળખીને નવિનતમ પ્રગતિઓ અને વલણોની આંગરદ્રશ્ટિ મેળવી શકે છે.