7 જાન્યુઆરીને રવિવારે અમદાવાદમાં ઓગણજ સર્કલ પાસે હરિપ્રબોધમ્ યુવા મહોત્સવનું આયોજન કરાયુ.જેમાં અમદાવાદના 50 હજારથી વધુ મળી દેશભરના તેમજ 20 જેટલા વિશ્વના દેશોમાંથી મળી દોઢ લાખ જેટલા ભક્તો ભાગ લેશે.આત્મીય વિદ્યાધામ-વિદ્યાનગરથી પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવનસ્વામીજીના આશિષ અને સંતોના માર્ગદર્શન હેઠળ સેંકડો હરિભક્તો અને સાધ્વી તથા સમર્પિત બહેનોના માર્ગદર્શનમાં 500થી પણ વધુ બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપી છે.
આ મહોત્સવમાં સંતોના માર્ગદર્શન અને યુવાનોના જીવન અનુભવોના માધ્યમથી ભક્તિપૂર્ણ જીવન જીવવાની સાચી દિશા પ્રાપ્ત થશે.મહોત્સવમાં અંગદાન સંકલ્પ અનભયાન,સ્વસ્છતા જાગૃતિ,વૃક્ષારોપણ સંવર્ધનન સંકલ્પ અભિયાનની સાથે મેડીકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ.તો આમંત્રિત મહેમાનો 1 લાખ 71 હજાર દીવડાઓની મહાઆરતી કરશે.