ગુજરાતીઓને ગમતો તહેવાર ફરી આવી ગયો છે,આ એક માત્ર એવો તહેવાર છે જે તીથિ પ્રમાણે નહી પરંતુ તારીખ પ્રમાણે આવે છે,અને તે છે ઉત્તરાયણ.ત્યારે અમદાવાદમાં આજથી જ પતંગ મહોત્સવની શરૂઆત ગઈ રહી છે.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્દઘાટન. https://t.co/R2Pwl6HxDB
— CMO Gujarat (@CMOGuj) January 7, 2024
7થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.આજે 7 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો.આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે.
ફરી એકવાર અમદાવાદ સહિત ગુજરાતનાં વિવિધ શહેરોનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરી દેવા તા.7 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાશે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024’, જેનો શુભારંભ માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો અને દેશ-વિદેશના… pic.twitter.com/7zKqOWZTbQ
— CMO Gujarat (@CMOGuj) January 6, 2024
12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે.જેમાં ફ્રાન્સ,તુર્કી,યુક્રેન,સ્પેન,શ્રીલંકા,થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવેશ.અમદાવાદ સાથે રાજકોટ,સુરત,વડોદરા અને વડનગરમાં પણ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.આ મહોત્સવની સાથો સાથ હસ્તકલા અને ફૂડસ્ટોલ પણ રાખવામાં આવશે.આ પતંગ મહોત્સવમાં ભગવાન રામના ચિત્ર વાળો વિશાળ પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.