ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના કેસનું પ્રતિનિધિત્વ કરનાર પક્ષકાર આશુતોષ પાંડેને પાકિસ્તાન તરફથી ધમકી મળી છે. આ સાથે જ શનિવારે ફેસબુક પેજ આઈડી હેક કરીને એડમિન પરથી હટાવી લેવાનો પણ આરોપ છે. મળતી માહિતી મુજબ આશુતોષ પાંડે, શ્રીમથ મહેશ્વર ધામ સુનરખ રોડ, પ્રેમ મંદિર પાછળ, વૃંદાવન અને મૂળ નીવાસી શામલીએ આરોપ લગાવ્યો છે કે તેને આતંકવાદી સંગઠન PFI તરફથી ઘણી વખત હત્યાની ધમકીઓ મળી છે.
હવે જન્મભૂમિ કેસમાં વકીલાત કરવા બદલ પાકિસ્તાનમાંથી ઘણા યુવાકો દ્વારા ધમકી આપવામાં આવી છે. આ સિવાય તેના ફેસબુક પેજ પર ઘણી વખત અભદ્ર ટિપ્પણીઓ પણ કરવામાં આવી છે.તો આ તરફ શ્રીકૃષ્ણ જન્મભૂમિના પક્ષકારને પાકિસ્તાન તરફથી ‘માથું કાપી નાખવામાં આવશે’ તેવી ધમકી મળી છે.કહેવામાં આવી રહ્યું છે કે જો તે શ્રી કૃષ્ણ જન્મભૂમિના મામલામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકાલત કરવા જશે તો માથુ ઘડથી અલગ કરી દેવામાં આવશે.
તો આ તરફ પક્ષકાર આશુતોષ પાંડેએ કેન્દ્રના મુખ્ય ગૃહ સચિવ અને ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગના એસએસપી મથુરાને ઈમેલ દ્વારા આ અંગે ફરિયાદ કરી છે. એસએસપીએ આ મામલો તપાસ માટે સાયબર સેલને સોંપ્યો છે. એસપી સિટી ડો. અરવિંદ કુમારના જણાવ્યા અનુસાર, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જે પણ હકીકતો સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.