હિન્દુઓના 500 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ લલ્લાની નગરી અયોધ્યામાં શ્રી રામ મંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશના સનાતનીઓના હૃદયમાં પણ ઉત્સાહ છે. તમને જણાવી દઈએ કે ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર દેશ-વિદેશના મંદિરોમાં એક સપ્તાહ અગાઉ જ ઉજવણી કરવામાં આવશે. આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) રામ ભક્તોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરોડો રામ ભક્તોને શ્રી રામ મંદિરના દર્શન કરાવવામાં આવશે. સંઘ દ્વારા રામ મંદિરના દર્શન માટે છેલ્લી તારીખ 24મી માર્ચ નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધીમાં 2.5 કરોડ ભક્તોને અયોધ્યા ધામની મુલાકાત કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ પ્રક્રિયા 26-27 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ સાથે આ પ્રક્રિયાના કારણે સંઘના 45 પ્રાંતોમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે આવવાના છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંધના સ્વયંસેવકો આ ભક્તો માટે આવવા જવાથી લઇ રહેવા અને પૂજાની સંપૂર્ણ વ્યવસ્થા કરશે. આ સાથે આ ભક્તો માટે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક સંગઠનોએ શ્રી રામના દર્શન માટે લોકોને આમંત્રિત કરવાની જવાબદારી ઉપાડી છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા ભગવાન શ્રી રામના દર્શન માટે લોકોને આમંત્રિત કરવા માટે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી 2024 સુધી એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે નજીકના દિવસમાં રામભક્તો શ્રી રામ લલ્લાના દર્શન કરી શકશે.