આ રીતે વાઈબ્રન્ટ ગુજરાતે ગુજરાતની અર્થવ્યવસ્થા બદલી
વાઇબ્રન્ટ ગુજરાતની અસર જોવી હોય તો 2001-02 થી 2013-14 વચ્ચેના આર્થિક આંકડાઓથી જાણી શકાય છે કે ગુજરાતનું નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્શન (NSDP) 2001-02માં રૂ. 1,01,790 કરોડથી વધીને 2013-14માં રૂ. 7,07,456 કરોડ થઇ હતી. 2021-22માં ગુજરાતની NSDP બમણી થઈને રૂ. 14,59,229 કરોડ પહોંચી હતી. 2001-02માં ગુજરાતમાં માથાદીઠ આવક 19,823 રૂપિયા હતી. જે 2013-14માં વધીને 1,13,139 રૂપિયા થઈ ગઈ છે. હાલમાં તે રૂ. 2,81,804 છે.
વાઈબ્રન્ટ ગુજરાતનો ઈતિહાસ
જ્યારે દુનિયા 21મી સદીમાં પ્રવેશી ત્યારે કેટલાય સોનેરી ભવિષ્યના સપના જોઈ રહી હતી. ગુજરાત અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યું હતું. 2001માં ભુજના વિનાશક ભૂકંપની દુર્ઘટના સર્જાઈ હતી. નર્મદા પર ડેમનું બાંધકામ બંધ થઇ ચુક્યુ હતુ. સાથે જ 2002માં વધુ રમખાણો થયા હતા. આવા અનેક કારણોને લીધે ગુજરાત રોકાણકારોની નજરમાંથી ઉતરી રહ્યુ હતુ. ત્યારે રાજ્ય સરકાર ડૂબતી અર્થવ્યવસ્થાને કટોકટીમાંથી કેવી રીતે બચાવી શકાય અને ગુજરાતની છબી કેવી રીતે સુધારી શકાય તે વિચારમાં વ્યસ્ત હતી. જે તે સમયે નરેન્દ્ર મોદીએ તમામ વિભાગો સાથે ઊંડી ચર્ચા કરીને રોકાણકારોની બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એવા નામની શોધમાં હતા જે જીભ પર લોકપ્રિય હોય.
અમદાવાદ મિરરના અહેવાલ મુજબ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમનો લોગો જોયો હતો. તે થોડીવાર જોતો રહ્યો અને પછી બોલ્યો – આ જ છે. આપણે કાર્યક્રમનું નામ વાઈબ્રન્ટ ગુજરાત રાખવું જોઈએ. કેટલાક લોકો તેનાથી આપતિ હતી કારણકે તેમાં કોઈ ‘રોકાણ’ હતુ જ નહિ. પરંતુ મોદીએ સમજાવ્યું કે તેમાંથી આત્મવિશ્વાસ ઝલકે છે. જે બાદ પ્રથમ ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2003 દરમિયાન યોજાયો હતો.તે સમયે મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ 500 જેટલા ઉદ્યોગપતિઓને ફોન દ્વારા વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું.
ત્યારે હવે 20 વર્ષ બાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની છબી બદલાઇ છે. વર્ષ પ્રતિ વર્ષ રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાય રહ્યા છે. સાથે જ આપણી અર્થવ્યવસ્થા પણ મજબુત થઇ રહી છે. એટલે જ તો કહેવાય છે મોદી હૈ તો મુમકીન હૈ