ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં આયોજિત ‘UAE ઈન્ડિયા બિઝનેસ સમિટ’ને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલએ ભારત-UAE ભાગીદારીની બહુપક્ષીય પ્રકૃતિને રેખાંકિત કરી હતી. જેમાં અવકાશ સંશોધન, સુરક્ષા, શિક્ષણ અને આબોહવા જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે ભારત અને UAE તેમના દ્વિપક્ષીય વેપારને 100 અરબ અમેરિકી ડોલર સુધી વધારવા માંગે છે.વધુમાં ગોયલે કહ્યું કે બંને દેશો તેમની ભાગીદારીને વધુ વિસ્તૃત કરવા માટે ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર તરફથી નવા પ્રસ્તાવો શોધી રહ્યા છે.
તેમણે કહ્યું કે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) હેઠળ ભારત-UAE દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે.
વધુમાં તેમણે ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર અને RuPay ને પ્રોત્સાહન આપવા અને રૂપિયા અને દિરહામ વચ્ચેના સીધો વેપારને સરળ બનાવવા જેવા મહત્ત્વના સહયોગો પર પણ પ્રકાશ પાડ્યો હતો.દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની સંભાવના પર આનંદ વ્યક્ત કરતાં મંત્રીએ UAE-ભારત ભાગીદારી દ્વારા ઓફર કરવામાં આવતી ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટેના પ્લેટફોર્મ તરીકે UAE ઇન્ડિયા બિઝનેસ સમિટના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સાથે જ પિયુષ ગોયેલએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે UAEના પ્રમુખ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસાધારણ નેતૃત્વની પ્રશંસા કરી હતી.