ભારત પર બ્રિટિશ શાસનના લગભગ 200 વર્ષ દરમિયાન સોમનાથ મંદિરનું પુન:નિર્માણ કોઈના ધ્યાન પર આવ્યું ન હતું. જો કે 13 નવેમ્બર 1947માં પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે વિનાશગ્રસ્ત સોમનાથ મંદિરનું પુન:નિર્માણ કરવા માંગતા હતા. જે તે સમયે ગાંધીજી તેમની સાથે હતા. પરંતુ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આ પગલાંનો ઉગ્ર વિરોધ કર્યો હતો.કોંગ્રેસનું વલણ સોમનાથથી લઈને અયોધ્યામાં રામમંદિરની પુન: સ્થાપનાને લઇને સતત નકારાત્મક રહ્યું છે. કોંગ્રેસે સતત હિંદુ અને હિંદુઓની આસ્થાને અવગણી હોય એવા અનેક પ્રસંગો તેના સાક્ષી છે.
જેમાં જો આપણે વાત કરીએ તો હિંદુઓ માટે આસ્થાના પ્રતિક એવા અને ઇસ્લામ આક્રમણમાં જર્જરિત થયેલા એવા સોમનાથ મહાદેવ મંદિરના શિલાયન્સનો તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ સતત વિરોધ કર્યો હતો. જ્યારે તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલે આ મંદિરના પુન: સ્થાપનનું બીડું ઉપાડ્યું હતું. સોમનાથ મંદિરનો શિલાન્યાસ 11 મે 1950 ના રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે કર્યો હતો. જો કે તેમાં જવા માટે નહેરૂએ તેમને અટકાવ્યા હતા. અને શિલાન્યાસમાં ન જવાની વાત કરી હતી. પરંતુ રાજેન્દ્ર પ્રસાદે નહેરુની સલાહને અવગણી અને મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી.ત્યારે મંદિરના અનાવરણ સમારોહમાં હાજરી આપવા માટે કે એમ મુનશી અને પ્રમુખ રાજેન્દ્ર પ્રસાદ સામે નેહરુના વાંધાના અનેક લેખિત રેકોર્ડ છે.જ્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ મંદિરને પવિત્ર કરવા માટે અન્ય દેશોમાંથી પાણી અને ડાળીઓ એકત્રિત કરવા માંગતા હતા.ત્યારે જવાહરલાલ નેહરુએ તેને ઉતાવળ ગણાવી હતી. વિદેશ સચિવ અને અન્યોને નોંધમાં નેહરુએ તેને કાલ્પનિક ગણાવ્યું અને દૂતાવાસોને આવી વિનંતીઓ ન સ્વીકારવા કહ્યું હતુ. એટલું જ નહીં, તમિલનાડુમાં કોંગ્રેસના સનાતન ધર્મ વિરોધી ભાગીદારો, ડીએમકે પણ ભગવાન રામનો વિરોધ કરે છે.
તમિલનાડુના રાજકારણમાં બ્રાહ્મણવાદ અને હિંદુનો વિરોધ હંમેશા મોટો મુદ્દો રહ્યો છે. 24મી જાન્યુઆરી 1971ના રોજ સેલમમાં તમિલનાડુમાં એક રેલીમાં કોંગ્રેસ ગઠબંધનનો એક ભાગ એવા DMK કાર્યકરોએ ભગવાન રામના પૂતળાને ચપ્પલનો હાર પહેરાવ્યો હતો. અને પછી તેને બાળી નાખવાનું કુત્ય કર્યુ હતુ.કોંગ્રેસ નેતા અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રામ મંદિર નિર્માણને સમર્થન આપતું નિવેદન જાહેર કર્યું હતુ. તેમના લેખિત નિવેદનના અંતે તેમણે ‘જય સિયારામ’ લખ્યું હતું. હવે અહીં એ નોંધનીય છે કે જે કોંગ્રેસ આજે ‘જય સિયારામ’ કહી રહી છે તે જ કોંગ્રેસ એક સમયે ભગવાન રામને લંકા પહોંચવા માટે વાનર સેના દ્વારા બંધાયેલા રામ સેતુના અસ્તિત્વને પડકારતી હતી. યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કહ્યું હતું કે રામ સેતુ કાલ્પનિક છે.
સપ્ટેમ્બર 2007માં સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવેલી એફિડેવિટમાં, કોંગ્રેસ સરકાર સેતુસમુદ્રમ શિપિંગ કેનાલ પ્રોજેક્ટ બનાવવા માટે રામ સેતુને તોડી પાડવા માંગતી હતી. SCની સામે દાખલ કરાયેલા એક એફિડેવિટમાં જણાવ્યું હતું કે “પૌરાણિક ગ્રંથો, જે પ્રાચીન ભારતીય સાહિત્યનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે પાત્રોના અસ્તિત્વ અથવા ઘટનાને અવિશ્વસનીય રીતે સાબિત કરવા માટે ઐતિહાસિક રેકોર્ડ તરીકે કહી શકાય નહીં”
તમિલનાડુના ભૂતપૂર્વ સીએમ એમ. કરુણાનિધિએ ભગવાન રામ વિશે પૂછ્યું “રામ કોણ છે? તેણે કઈ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો અને સિવિલ એન્જિનિયર બન્યો? તેણે આ કહેવાતો પુલ ક્યારે બનાવ્યો? શું આના માટે કોઈ પુરાવા છે?”
ત્યારે હવે અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. આ પ્રસંગનું મહત્વ એટલા માટે પણ છે કે છેલ્લા સાડા ત્રણ દાયકાથી તે દેશના રાજકારણમાં મુખ્ય મુદ્દો બની રહ્યો હતો. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. છતાં પણ હિંદુ અને રામ વિરોધીઓનો ટીપ્પણીઓનો દોર પૂરો થયો નથી. આવી સ્થિતિમાં, સોમનાથ મંદિરના નિર્માણ સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓને યાદ રાખવી અને તેમાંથી બોધપાઠ લેવો જરૂરી છે. કારણ કે જે રીતે આજે અયોધ્યામાં મંદિરના નિર્માણ વિરુદ્ધ અવાજો ઉઠી રહ્યા છે. તેવા જ અવાજ સોમનાથ મંદિરના પુનરુત્થાન વખતે પણ ઉઠ્યા હતો.
તો આ તરફ કોંગ્રેસના સોનિયા ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે તથા અધિરંજન ચૌધરીએ અયોધ્યામાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ ફગાવી દિધુ છે. અને પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવા બાબતે એક પત્ર જાહેર કર્યો હતો.