ગુજરાતનુ હણોલ ગામ સાથે ભારતના આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાનો અનોખો નાતો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વતન છે હણોલ ગામ. જે ભાવનગર જીલ્લાના પાલીતાણાની નજીક આવેલુ છે.હણોલ ગામને ગુજરાતનું મોડલ વિલેજ ગણાવી ભારતના નકશા ઉપર મૂકી શકીએ.તિર્થધામ હણોલના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા ત્રણ દિવસનો મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેના સારથી છે મનસુખભાઇ માંડવિયા.
પાલિતાણા તાલુકાનાં હણોલ ગામે ૧૩ થી ૧૫ જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોનાં લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે. ‘ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ’ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ ઉજવણી દરમિયાન ખૂલ્લા મૂકવામાં આવી રહ્યાં છે.ત્યારે માદરે વતન હણોલને વિકસાવવા માટે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઇએ ગામની જ વિકાસ સમિતિ બનાવી. ગામ કક્ષાની આ સમિતિ વિકાસ કાર્યોનું આયોજનની સાથેસાથે તેની અમલવારી પણ કરાવે છે. વિકાસ સમિતિમાં ગામમાં રહેતી દરેક જ્ઞાતિના લોકો સામેલ થયા છે.બે વર્ષમાં હણોલ ગામની સકલ બદલાઇ ગઇ છે.
તો આ તરફ એવુ પણ નથી કે ગ્રામ્ય વિસ્તાર છે એટલે પુરૂષો જ વિકાસ કાર્યોમાં ભાગ લે. ગામમાં મહિલાઓની સમિતિઓ પણ બની અને તેમણે પણ ગામના વિકાસ કાર્યો કેવા હોવા જોઇએ તેની રૂપરેખા રજૂ કરી .જે મુજબ કામો થયા તેનાથી મહિલાઓની ઉત્સાહ પણ અલગ જોવા મળ્યો.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામલોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર, રિડેવલપમેન્ટ સેન્ટર, કોમ્યુનિટી હૉલ, રમત-ગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવાં તળાવનું લોકાર્પણ થયું છે.. જે અંતર્ગત હણોલ ગામમાં પીડીલાઇટ ગૃપ તરફથી એક અમૃત સરોવર તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં 33 નદીઓના જળ લઇને પધરાવાયાં હતા.જેની પાળ ઉપર સરસ રીતે વૃક્ષારોપણ કરાયું છે. તળાવની બાજુમાં જ યજ્ઞશાળા અને બાળકોને રમવાના સાધન મૂકવામાં આવ્યાં છે. એજ રીતે હણોલ ડેમની આસપાસના પડતર વિસ્તારને વિકસાવી ક્રિકેટ મેદાન, દોડનો ટ્રેક,લાંબી કૂદ, ઉચીં કૂદ અને વોલીબોલના મેદાનો વિકસાવવામાં આવ્યા છે.
ત્રણ દિવસના હણોલ વિકાસ મહોત્સવ સમયે મુખ્ય દાતાઓ ગ્રેટ ઇસ્ટર્ન શીપીંગના ભરતભાઇ શેઠ,સીરમ ઇન્ટીટ્યુટના આદર પૂનાવાલા, યુપીએલના ચેરમેન પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સહિતના પધારેલા મહેમાનોનું આગવી રીતે સ્વાગત કરાયું હતું..3500ની વસ્તી ધરાવતું આખુ ગામ સ્વાગત માટે ઉમટી પડ્યું હતું..તેમજ આગવી રીતે બળદગાડામાં બેસાડી મહેમાનોને વિકાસ કાર્ય સ્થળે લઇ જવાયા હતાં. ગ્રામજનોએ શેરીએ શેરીએ સ્વાગત કરીને પુષ્પવર્ષા કરી હતી. આ ઉપરાંત ગામની કુંવારિકાઓએ માથે ઇંઢોણી, મોતીભરેલા કળશ અને તેના ઉપર નાળિયેર મૂકીને ગામઠી શૈલીમાં સૌને આવકાર્યા હતાં.હણોલ વિકાસ મહોત્સવના પ્રથમ દિવસે સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઇ , ભાજપ સંગઠનના અભેસિંહ ચૌહાણ અને માજી ધારાસભ્ય મહેદ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતાં..આ ઉપરાંત હણોલ ગામના બહાર વસતા ગ્રામજનો પણ ત્રણ દિવસ ગામમાં જ મોકાશે. ખાસ બાબત એ છે કે ગામના મહોત્સવમાં ગામના લોકો ઉપરાંત હણોલ ગામની દિકરીઓ જેઓ આજે સાસરે છે તેમને પણ ખાસ આમંત્રણ આપી પિયરપક્ષથી તેડાં મોકલાયાં હતા. જેમાં 80 વર્ષ સુધીની ઉમરની દિકરીઓએ હાજરી આપી ગામના સંપ અને વાતાવરણનો આગવો દાખલો બેસાડ્યો હતો..