સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઇદગાહમાં સર્વે પર પ્રતિબંધ મૂક્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહમાં કમિશનરને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદના સંબંધમાં મસ્જિદનું નિરીક્ષણ કરવા માટે કમિશનરની નિમણૂક કરતી અલ્હાબાદ હાઈકોર્ટ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો હતો.જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે 14 ડિસેમ્બર, 2023ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર રોક લગાવી દીધી છે.