રામમંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રિત મહાનુભવો પહોંચી રહ્યા છે. આમંત્રિત મહાનુભવો પૈકી બોલિવૃડના કલાકરો પણ અયોધ્યા પહોંચ્યા છે. અમિતાભ બચ્ચન, તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ, ચિરંજીવી, સચિન તેંડુલકર સહિત અનેક વીવીઆઈપી અયોધ્યા પહોંચી રહ્યા છે.
તો આ તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રોહિત શેટ્ટી, વીક્કી કૌશલ, કેટરિના કેફ, ડાયરેક્ટર રાજકુમાર હિરાણી પણ અયોધ્યા પહોંચ્યા છે. ઉપરાંત અયોધ્યામાં હાજર રહેલા સિંગર કૈલાશ ખેરે કહ્યું, ‘ખૂબ જ આતુરતા છે, કારણ કે એવું લાગે છે કે અમને ‘દેવલોક’ તરફથી આમંત્રણ મળ્યું છે. અને ‘ભગવાને’ પોતે અમને આમંત્રણ આપ્યું છે. આજનો દિવસ એવો પવિત્ર દિવસ છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ત્રણેય લોકમાં ઉજવણી થઈ રહી છે.
ફિલ્મ અભિનેતા રિતેશ દેશમુખે રામ મંદિરના અભિષેક માટે શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું, ‘લગભગ 500 વર્ષની રાહ પૂરી થઈ. આપણા રામલલા ઘરે પાછા ફર્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર, હું આ ઐતિહાસિક દિવસની સમગ્ર દેશ સાથે ઉજવણી કરી રહ્યો છું. અમે નસીબદાર અને ભાગ્યશાળી છીએ કે અમને અમારા જીવનકાળમાં આ જોવા મળ્યું.
ફિલ્મ અભિનેતા અનુપમ ખેર તેમના અંતિમ શ્વાસ પહેલા અયોધ્યા સ્થિત હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર હનુમાનગઢી પહોંચ્યા હતા. તેમણે કહ્યું, ‘ભગવાન રામના દર્શન કરતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે. અયોધ્યાનું વાતાવરણ ખૂબ જ મંગલમય છે. હવામાં સર્વત્ર જય શ્રી રામના નારા લાગી રહ્યા છે. દિવાળી ફરી આવી, આ જ સાચી દિવાળી છે.